ગુજરાત
News of Wednesday, 3rd November 2021

માન.અધ્યક્ષશ્રી ર્ડા. નીમાબેન આચાર્યનો દિવાળી માટે પ્રજાજોગ સંદેશ

દિવાળીના દિવસો ચાલુ થઇ ગયા છે અને નવા વર્ષની શરૂઆત થઇ રહી છે ૨૦૭૮નું નવુ વર્ષ જયારે આવી રહયું છે, ત્યારે સૌ આનંદથી, ઉત્સાહથી અને ઉમંગથી નવા વર્ષનું સ્વાગત કરી, દિવાળીના તહેવારો ઉજવે. કોરોના મહામારીમાં જે રીતે સૌએ તકલીફો વેઠીને સંઘર્ષ કર્યો છે ત્યારે આજે જયારે કોરોનામાંથી મુકત થવામાં જયારે આપણે સજ્જ થઇ ગયા છીએ. આપણા લાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઇએ જે રીતે કોરોના મહામારીમાં સૌને સાથે રાખીને, સૌને સેવાના કાર્યોમાં લગાડીને ૧૦૦ કરોડથી પણ વધારે વેકસીન, મફત વેકસીન આપીને વિશ્વની અંદર ડંકો વગાડયો છે. પ્રથમ નંબરે જયારે વૈશ્વિક કક્ષાએ સ્થાન પ્રાપ્ત કર્યુ હોય એવા આપણે સૌ બાકી રહેતા લોકોને પણ વેકસીન અપાવીએ અને કોરોના મુકત થઇએ અને સરકારી ગાઇડલાઇનને ધ્યાને રાખીને સૌ દિવાળીનો ઉત્સવ મનાવીએ. આપ સૌને મારી ખૂબ-ખૂબ શુભેચ્છા છે. પ્રભુને પ્રાર્થના કરૂ છું કે, સૌ સુખી, સમૃધ્ધ, સ્વસ્થ અને દીર્ઘાયુ બને. પ્રભુ આપને સારૂ આરોગ્ય પ્રદાન કરે. આદરણીય નરેન્દ્રભાઇએ જે સંકલ્પ કર્યો છે સમૃધ્ધ ગુજરાત, વિકાસશીલ દેશ, સુખી અને સલામત ગુજરાત અને સૌ સુખી અને સંપન્ન, સ્વસ્થ અને દીર્ઘાયુ બને સૌનું આરોગ્ય સારુ રહે એવો જે સંકલ્પ નરેન્દ્રભાઇનો છે એની અંદર આપણે સૌ જોડાઇએ અને સૌ સાથે મળીને સુખી, સમૃધ્ધ, સ્વસ્થ અને આરોગ્યપ્રદ ગુજરાતને બનાવીએ અને છેવાડાના માનવી સુધી સરકારની તમામ યોજનાઓને પહોચાડી દઇને લોકકલ્યાણના કામે લાગી સૌને મારી ખૂબ-ખૂબ શુભેચ્છા.

(6:17 pm IST)