ઓટોરીક્ષાના રજીસ્ટડ એશોશીએશનોની રજુઆતો ધ્યાને લઈને ઓટોરીક્ષાના ભાડાના દરમાં વધારો કરાયો :વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશભાઈ મીદી
ન્યુનત્તમ ભાડું રૂ! ૧૫.૦૦ ને વધારીને રૂ. ૧૮.૦૦ કરાયુ:પ્રતિ કિ.મી ભાડું હાલમાં રૂ! ૧૦.૦૦ને વધારીને રૂ. ૧૩.૦૦ કરાયુ: વેઇટીંગ ભાડું હાલમાં પાંચ મિનિટના રૂ. ૧.૦૦ને વધારીને એક મિનિટના રૂ.૧.૦૦ કરાયુ:આ ભાવ વધારો ૦૫/૧૧/૨૦૨૧થી લાગુ પડશે
અમદાવાદ :વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ જણાવ્યુ છે કે ઈધણના ભાવોમા વધારો થયો છે જેને પરિણામે ઓટોરીક્ષા ના રજીસ્ટડ એશોશીએશનો દ્વારા ઓટોરીક્ષાના ભાડાના દરમાં વધારો કરવા રજુઆતો મળી હતી જેને ધ્યાને લઈને આજે એસોશીએશન ના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી જેમા ભાડા વધારવાનો નિર્ણય કરાયો છે.
·મંત્રીએ ઉમેર્યુ કે,ન્યુનત્તમ ભાડું (મીટર ડાઉનીંગ કોસ્ટ) હાલમાં રૂપિયા ૧૫.૦૦ છે, તેને વધારીને ન્યુનત્તમ ભાડું રૂપિયા ૧૮.૦૦ કરવાનું નક્કી કરવામાં આવ્યુ છે. તેજ રીતે પ્રતિ કિ.મી રનિંગ ભાડું હાલમાં રૂપિયા ૧૦.૦૦ છે, તેને વધારીને પ્રતિ કિ.મી રનિંગ ભાડું રૂપિયા ૧૩.૦૦ કરવાનું નક્કી કરાયુ છે.
આ ઉપરાંત વેઇટીંગ ભાડું હાલમાં પાંચ મિનિટના રૂપિયા ૧.૦૦ છે, તેને વધારીને એક મિનિટના રૂપિયા ૧.૦૦ કરવામાં આવેલ છે. આ ભાવ વધારો ૦૫/૧૧/૨૦૨૧થી લાગુ પડશે તેમ તેમણે ઉમેર્યુ હતું