ગુજરાત
News of Saturday, 3rd November 2018

દાહોદ : શાળાના આચાર્ય અને શિક્ષિકા વચ્ચેના પ્રેમાલાપનો વિડિયો વાયરલ : પંથકમાં ચકચાર

ગામના આગેવાનોએ અગાઉ બંનેની પ્રેમલીલાથી શિક્ષણાધિકારીને વાકેફ કર્યા હતા

દાહોદ :શાળામાં  પ્રેમી યુગલ વચ્ચેની પ્રેમલીલાના વાયરલ થયેલી વિડીયો ક્લિપે દાહોદ પંથકમાં ભારે હોબાળો મચાવ્યો છે. પ્રેમી યુગલ શાળાના આચાર્ય અને શિક્ષિકા વચ્ચેની પ્રેમલીલા હોવાનું માનવામાં આવી રહ્યુ છે. દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાની એક શાળાના બંન્ન શિક્ષકો હોવાનું અને  ગામના આગેવાનનો દ્વારા  અગાઉ જિલ્લા શિક્ષણાધિકારીને આચાર્ય અને શિક્ષિકાની પ્રેમલીલાની કરતૂતોથી વાકેફ કર્યા હતા.

 


  વાયરલ થયેલી વિડીયો ક્લિપ મુજબ શિક્ષિકા અને આચાર્ય વચ્ચેની પ્રેમલીલી શાળાના એક ઓરડામાં થઇ રહી છે. વિડીયો ક્લિપ બહાર આવતાં બંન્ને શિક્ષકો સંજેલી તાલુકાની એક શાળાના હોવાનું મનાય છે. વિસ્તારના આગેવાનોએ દસ વિવિધ મુદ્દાઓને સાથે જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત પણ કરી હોવાનું કહેવાય છે. અલબત્ત, ક્લિપ બાબતે પણ વિસ્તારમાં ભારે ચર્ચાનો વિષય રહ્યો છે.

(2:29 pm IST)