News of Saturday, 3rd November 2018
રિલાયન્સ જવેલર્સમાં ધનતેરસ ઓફરનો વરસાદ
ગોલ્ડ જવેલરી બનાવવાના શુલ્ક પર ફલેટ ૫૦%, સોનાના સિક્કા બનાવવા પર ૭૫%ની છૂટ : ડાયમંડ જવેલરી પર ૦% નિર્માણ શુલ્ક
અમદાવાદ : ભારતની ટોચની જવેલરી બ્રાન્ડ, રિલાયન્સ જવેલર્સ, આ વર્ષે ફેસ્ટીવ સીઝનની ઉજવણી મનાવતા પોતાના ગ્રાહકો માટે એક ખાસ ઓફર લાવ્યુ છે અને આ ધનતેરસ પર ગોલ્ડ જવેલરી (૭૫,૦૦૦થી ઉપરના ચલણ મૂલ્ય પર) નિર્માણ શુલ્ક પર ૫૦% ફલેટ ફૂટની સાથે અને ડાયમંડ જવેલરી (૭૫,૦૦૦થી વધુના ચલણ મૂલ્ય પર) ૦% નિર્માણ શુલ્કની સાથે ઉપલબ્ધ કરાવી રહ્યું છે.
આ ઉપરાંત સોનાના સિક્કા (૫૦ ગ્રામ અને તેનાથી ઉપર) બનાવવા પર ફલેટ ૭૫%ની છૂટ છે. ગ્રાહક જૂનું ગોલ્ડ એકસચેન્જ અને ફ્રી જવેલરી ઈન્સ્યોરન્સ પર ફુલ વેલ્યુ રીટર્ન જેવા લાભ મેળવી શકે છે. લાગુ નિયમ અને શરતોની સાથે આ ઓફર ૧૧ નવેમ્બર સુધી ઉપલબ્ધ છે. ૫ નવેમ્બર સુધી એસબીઆઈ કાર્ડ પર ૫% વધારાનો કેશબેક મેળવી શકાશે.(૩૭.૮)
(1:23 pm IST)