ગુજરાત
News of Monday, 3rd October 2022

સુરત મનપાના સેનેટરી ઇન્સ્પેક્ટર પાંચ હજારની લાંચ લેતા એસીબીના છટકામાં રંગેહાથ ઝડપાયા

સેનેટરી ઇન્સ્પેકટર મનોજ ચોક્સીએ ગરબાના એક આયોજક પાસેથી NOC સર્ટિફિકેટ આપવાના બદલે પાંચ હજાર રૂપિયાની લાંચ માંગી હતી

સુરત :ગુજરાત ACBએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના સેનેટરી ઇન્સ્પેક્ટરની 5 હજાર રૂપિયા લાંચ લેવાના કેસમાં ધરપકડ કરી છે.  SMCના સેનેટરી ઇન્સ્પેકટર મનોજ ચોક્સીએ ગરબાના એક આયોજક પાસેથી NOC સર્ટિફિકેટ આપવાના બદલે પાંચ હજાર રૂપિયાની લાંચ માંગી હતી.

ફરિયાદીએ ગરાનું આયોજન કર્યું હતું અને આ માટે સૈયદપુરા બી.પી.હેલ્થ સેન્ટરમાં NOC સર્ટિફિકેટ માટે અરજી કરી હતી. જો કે SMCના સેનેટરી ઇન્સ્પેકટર મનોજ ચોક્સીએ આ કામના બદલે પાંચ હજાર રૂપિયાની લાંચ માંગી હતી. 

ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોય, તેમણે ACBનો સંપર્ક કર્યો હતો.  જેના અનુસંધાને ACBએ છટકું ગોઠવી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના સેનેટરી ઇન્સ્પેક્ટરની 5 હજાર રૂપિયા લાંચ લેતા રંગે હાથ ઝડપી ધરપકડ કરી કાર્યવાહી કરી હતી

 

(8:29 pm IST)