ગુજરાત
News of Thursday, 3rd October 2019

સુરતના ડાયમંડ ઉદ્યોગમાં મંદીના માહોલમાં હીરા દલાલે 10 લાખથી વધુનો ધુંબો માર્યો

વેપારી નિલેશ જીવણીએ હિરા દલાલ અર્જુન નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી

સુરત : ડાયમંડ ઉદ્યોગમાં મંદીના માહોલ વચ્ચે સુરતમાં સામી દિવાળીએ હિરા વેપારી સાથે છેતરપિંડી થઈ છે. હિરા દલાલ 10.71 લાખના હિરા લઈને ફરાર થયાની હિરા વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. કતાર ગામના હિરા વેપારી નિલેશ જીવણીએ હિરા દલાલ અર્જુન નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.

  આરોપીએ અરુણ અને રાજકુમાર નામના હીરા વેપારી સાથે વેપારીનો પરિચય કરાવ્યો હતો. જે બાદ વેપારી પાસેથી 141.78 રેકેટ સેન્ટર લેબ્રોન હીરાનો માલ ઉધાર પેટે ખરીદ્યો હતો. રૂપિયા 10.71 લાખના હીરાના માલનું પેમેન્ટ ચુકવવાનો સમય આવતા ગલ્લાતલ્લા કરવામાં આવ્યા હતા. અને બાદમાં હિરા દલાલ ભૂગર્ભંમાં ઉતરી જતા હેરી વેપારીએ મહિધરપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

(1:43 pm IST)