News of Thursday, 3rd October 2019
વડોદરાના સમા-સાવલી રોડ નવરાત્રી ગરબા મહોત્સવમાં ખેલૈયાઓ હેલ્મેટ પહેરીને ગરબે ઘૂમ્યા
ખેલૈયાઓએ જણાવ્યું હતું કે હેલ્મેટ પહેરવાથી અકસ્માતમાં પણ બચી શકાય
વડોદરાના સમા-સાવલી રોડ નવરાત્રી ગરબા મહોત્સવમાં ખેલૈયાઓ હેલ્મેટ પહેરીને ગરબે ઘૂમ્યા હતા. ખેલૈયાઓએ જણાવ્યું હતું કે હેલ્મેટ પહેરવાથી અકસ્માતમાં પણ બચી શકાય છે.
અમે ઇચ્છીએ છીએ કે, વડોદરાના લોકો હેલ્મેટ પહેરીને જ પોતાના ટુ-વ્હીલર ચલાવે. જેથી લોકોમાં જાગૃતિ માટે અમે લોકો હેલ્મેટ પહેરીને ગરબે ઘૂમ્યા હતા.
(9:08 pm IST)