News of Tuesday, 3rd September 2019
અમદાવાદના નરોડામાં મહિલાનું ઇન્સટ્રાગ્રામ એકાઉન્ટ હેક કરી નરાધમે બીભત્સ ફોટા મુક્યા: સાયબર ક્રાઇમે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી
અમદાવાદ: શહેરના નરોડા વિસ્તારમાં રહેતી એક મહિલાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં અજાણ્યા શખ્સે બિભત્સ ફોટા અને મેસેજો મોકલતા તેણે સાયબર ક્રાઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
આ બનાવની વિગત મુજબ નરોડા વિસ્તારમાં રહેતી મહિલાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કોઈ અજાણી વ્યક્તિએ ફેમીલી મેમ્બરના ફોટા તથા અન્ય વ્યક્તિઓનાં બિભત્સ ફોટા અને મેસેજો મોકલ્યા હતા. આથી મહિલાએ એકાઉન્ટ બ્લોક કરી દીધું હતું. જોકે આરોપીએ મહિલાના ફોટા અને મોબાઈલ નંબર ઈન્સ્ટાગ્રામ પર મુકી દેતા તેને અલ અલગ નંબરો પરથી સતત ફોન આવવા લાગ્યા હતા.
(5:31 pm IST)