ગુજરાત
News of Tuesday, 3rd September 2019

રાજ્યના 42 ડેમો છલોછલ :53 ડેમોમાં 70 ટકા નીર ભરાયા : ભારે વરસાદને કારણે બે સ્ટેટ હાઇવે બંધ

છોટાઉદેપુરના 8 અને નર્મદા જિલ્લાના 5 સહીત 15 આંતરિક રસ્તાઓ બંધ

અમદાવાદ ;રાજ્યમાં મેઘમહેર થતા નદી નાળા છલકાયા છે ભારે વરસાદને કારણે રાજ્યના ડેમોમાં પાણીની આવક નોંધપાત્ર બની છે.

રાજ્યના 42 ડેમો 100 ટકા ભરાઈ ગયા છે. જ્યારે 70 ટકાથી વધુ ભરાયેલા ડેમોની સંખ્યાં 53 છે, તેમજ 24 જેટલા ડેમો 50 %થી વધુ ભરાઈ ગયા છે. નર્મદા ડેમની વાત કરીએ તો 87.82 % જેટલો ડેમ ભરાઇ ચૂક્યો છે. જેમાં 2 લાખ 18 હજાર 431 ક્યૂસેક પાણીની આવક થઈ છે. જ્યારે ઉકાઈ ડેમમાં 1 લાખ 9 હજાર 375 ક્યુસેક પાણીની આવક સાથે 87.55 ટકા ડેમ ભરાયો છે.

વરસાદને કારણે કુલ 2 સ્ટેટ હાઇવે બંધ છે. જેમાં એક સુરત અને બે રાજકોટના છે. આ બે રસ્તાઓ સિવાય પાણી ઉતરતા શરૂ થઈ ગયા છે, અન્ય માર્ગોમાં છોટા ઉદેપુરના 8 અને નર્મદા જિલ્લાના 5 એમ કુલ 15 આંતરિક રસ્તાઓ હાલ બંધ છે જે પાણી ઓસરતા 2 દિવસમાં શરૂ થઇ શકે છે.

(7:46 pm IST)