ગુજરાત
News of Tuesday, 3rd August 2021

રાજપીપળા-રામગઢ પુલ મરામત માટે 3 મહિનાથી બંધ હોવા છતાં કામગીરી પૂર્ણ ન થતા વાહન ચાલકોમાં રોષ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા કરજણ નદી પર બનેલા રાજપીપળાથી રામગઢ ને જોડતા બ્રિજ માં ગત એપ્રિલ મહિનામાં અચાનક તિરાડો પડતા પુલ પરથી અવર જવર કરતા લોકોમાં પીલ્લર બેસી ગયો હોવાની વાતે ફફડાટ ફેલાયો હતો ત્યારબાદ તુરત આ પુલ સદંતર બંધ કરી તેની મરામત શરૂ થઈ હતી પરંતુ મરામત માટે બંધ કરાયેલા પુલને ત્રણ મહિના જેવો સમય થયા બાદ પણ કામગીરી પુરી ન થતા હજુ પુલ બંધ હાલતમાં રહેતા વાહન ચાલકો અકળાઈ ઉઠ્યા છે.
 જોકે એપ્રિલ માસમાં બંધ કરાયેલા પુલ બાબતે આર એન્ડ બી ના અધિકારીઓ એ ફક્ત જોઈન્ટ માં ક્ષતિ ના કારણે તિરાડો પડી હોવાનું અને ટૂંક સમય માં કામ પૂર્ણ થયે આ બ્રિજ પુનઃ ખુલ્લો મુકાશે તેમ જણાવ્યું હતું છતાં ત્રણ મહિના બાદ પણ હજુ પુલ પરથી વાહન વ્યવહાર બંધ રખાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હોય સત્વરે આ પુલ શરૂ કરાઇ તેવી માંગ છે.

(11:31 pm IST)