15 ઓગસ્ટે નેતાજીનો 4.6 મિનીટનો સેક્સ વીડિયો પોસ્ટ કરીશઃ બનાસકાંઠાના થરાદના ‘આપ'ના કાર્યકર મધા પટેલના ફેસબુક પોસ્ટથી ખળભળાટ
ક્યા નેતાનો વીડિયો હશે ? તે મુદ્દે ભારે ચર્ચા
બનાસકાંઠા: બનાસકાંઠાના રાજકારણમા ભૂકંપ આવે તેવા ઘાટ સર્જાયા છે. થરાદના આમ આદમી પાર્ટીના કાર્યકર મધા પટેલની એક ફેસબુક પોસ્ટે ભારે ચર્ચા જગાવી છે. સાથે જ આ પોસ્ટને કારણે તહેલકો મચી ગયો છે.
આમ આદમી પાર્ટીના કાર્યકર્ત મધા પટેલે પોતાના ફેસબુક પર એક પોસ્ટ કરી છે. તેમણે બનાસકાંઠા જિલ્લાના મોટા નેતાનો સેક્સ વીડિયો વાયરલ કરવાની પોસ્ટ કરી છે. 15 ઓગસ્ટના દિવસે નેતાજીનો 4.6 મિનિટનો સેક્સ વીડિયો પોસ્ટ કરવામાં આવશે તેવુ તેમણે કહ્યુ છે.
સાથે જ પોસ્ટમાં કહ્યું કે, 4.6 મિનિટના વીડિયોમાંથી 1 મિનિટની કટિંગ કલીપ મૂકવામાં આવશે. તેમણે પોસ્ટમાં કહ્યુ કે, 15 ઓગસ્ટના દિવસે આ પોસ્ટ વાયરલ કરવામાં આવશે. સાથે જ 12.39 મીનિટનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કરવાની ચીમકી ઉચ્ચારી છે.
નેતાજીનો સેક્સ વીડિયો પાલનપુર સર્કિટ હાઉસમાં ઉતર્યો હોવાનું અનુમાન છે. પરંતુ મધા પટેલની પોસ્ટથી જિલ્લાના રાજકારણમાં હડકંપ મચી ગયો છે. તેઓ કયા મોટા નેતાનો વીડિયો વાયરલ કરશે તે વિશે ચર્ચાવિચારણા શરૂ થઈ છે. આ નેતા કયા છે તેને લઈને બનાસકાંઠા જિલ્લામાં રાજકારણ ગરમાયું છે. જે દાવા સાથે પોસ્ટ કરાઈ છે તે જોતા કાનાફૂસી શરૂ થઈ છે.