ગુજરાત
News of Tuesday, 3rd August 2021

કોરાના મહામારી દરમિયાન વ્યક્તિનું સ્વાસ્થ્ય જળવાય રહે, રોગ પ્રતિકારક ક્ષમતા વધે તે માટે SGVP ગુરુકુલમાં દરરોજ વિષ્ણુયાગ અને ધનવન્તરી યાગ

અમદાવાદ તા.૩ શા.માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી, પૂજ્ય જોગી સ્વામીની પુણ્ય સ્મૃતિમાં, એસજીવીપી ગુરુકુલમાં દરરોજ શાસ્ત્રી યજ્ઞવલ્લભદાસજી સ્વામીના માર્ગદર્શન નીચે ઋષિકુમારો દ્વારા SGVPગુરુકુલની વિશાળ યજ્ઞશાળામાં, કોરાના મહામારી દરમિયાન વ્યક્તિનું સ્વાસ્થ્ય જળવાય રહે, રોગ પ્રતિકારક ક્ષમતા વધે, સૌ કોઇનું રક્ષણ થાય તે માટે ભગવાનને પ્રાર્થના રુપે દરરોજ સવારે વિષ્ણુયાગ અને સાંજે ધનવન્તરી યજ્ઞ યજ્ઞ કરવામાં આવી રહ્યા છે.

    સવારે ચાલી રહેલ વિષ્ણુયાગમાં દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયમાં શાસ્ત્રી તેમજ આચાર્ય કક્ષામાં અભ્યાસ  કરતા સંતો સર્વશ્રી સ્વામી નીલકંઠસ્વરુપદાસજી, સ્વામી ધર્મપ્રિયદાસજી, સ્વામી મોરારીચરણદાસજી, સ્વામી કુંજવિહારીદાસજી, સ્વામી શ્રીજી પ્રિયદાસજી, સ્વામી ચિંતનપ્રિયદાસજી, સ્વામી ભક્તિપ્રિયદાસજી, સ્વામી ઇશ્વરસ્વરુપદાસજી, સ્વામી પ્રેમસ્વરુપદાસજી, સ્વામી તીર્થસ્વરુપદાસજી, સ્વામી હરિપ્રિયદાસજી, સ્વામી જ્ઞાનસાગરદાસજી, પાર્ષદ ઉમેશભગત, જીતુભાઇ આણદાણી વગેરે યજ્ઞમાં જોડાયા છે.

    આ યજ્ઞની ધૂમ્રસેરો અનેક રોગો સામે પ્રતિકાર ક્ષમતા વધારે છે. તેમજ યજ્ઞમાં બોલાતા વૈદિક મંત્રોચ્ચારના આંદોલનના પ્રભાવથી મનની નિર્બળતા, હતાશા, વગેરે દૂર થાય છે અને મનમાં શાંતિ થાય છે.

(12:15 pm IST)