ગુજરાત
News of Tuesday, 3rd August 2021

દહેજની SRF કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બ્લાસ્ટ થતા:એક વ્યક્તિનું મોત :બે ગંભીર ઇજાગ્રસ્ત

ઝુબેર રાણા, રાજેન્દ્ર પરમાર તેમજ ગુપ્તા પ્રસાદ એસિડથી ગંભીર રીતે દાઝી ગયા: ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા જ્યાં ઝુબેર રાણાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું

દહેજ જીઆઈડીસીમાં આવેલી એસઆરએફ કંપનીના સી-2 પ્લાન્ટમાં રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી. તે દરમિયાન સલ્ફ્યુરિક એસિડના ટેન્કમાં પ્રેસર વધી જતાં સલ્ફ્યૂરિક એસિડ ફૂવારા સાથે લીક થયું હતું. આ સમયે ફરજ પર પ્લાન્ટમાં કામ કરી રહેલા ઝુબેર રાણા, રાજેન્દ્ર પરમાર તેમજ ગુપ્તા પ્રસાદ એસિડથી ગંભીર રીતે દાઝી ગયા હતા. જે બાદ તેમને તાત્કાલિક સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ઝુબેર રાણાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

 વધુમાં મળતી વિગત મુજબ દહેજ ગ્રીન ફીલ્ડ કેમિકલ્સ કોમ્પ્લેક્સમાં આવેલી SRF કંપનીના C-2 પ્લાન્ટમાં સલ્ફયુરિક એસિડની ટેન્કમાં પ્રેશર વધી જતાં બ્લાસ્ટ થતા એસિડનાં ઉડેલા ફુવારાથી ગંભીર રીતે દાઝેલા 3 કર્મચારીઓ પૈકી 1 નું મોત થયું છે. જ્યારે 2 કામદારોને વધુ સારવાર માટે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે.

(10:38 am IST)