ગાંધીનગર સિવિલ હોસ્પિટલનાં કોરોના વોરિયર્સને મેયર રીટાબેને બાંધી રાખડી
રાખડી બાંધી ગુલાબ અને સન્માન પત્ર આપી સન્માનિત કર્યા
ગાંધીનગર : રાજ્યના પાટનગરમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં કોરોનાનાં કારણે ફરજ પર હાજર રહેલા કોરોના વોરિયર્સને મેયર રીટાબેન પટેલે રાખડી બાંધી તેમનુ સન્માન કર્યુ હતુ.
, મેયર રીટાબેન પટેલે ગાંધીનગર સિવિલનાં નર્સિંગ સ્ટાફ, પોલીસ કર્મચારીઓ તેમજ સફાઈ કામદારો જેવા કોરોના વોરિયર્સને રાખડી બાંધી ગુલાબ અને સન્માન પત્ર આપી સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે મેયર રિટાબેને જણાવ્યું હતું કે, વૈશ્વિક મહામારી કોરોના સામેની દેશની લડતમાં મહત્વની ભૂમિકા ભજવનારા ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફ, પોલીસ જવાનો અને સફાઇ કર્મીઓએ પોતાના જીવની પરવા કર્યા વિના લોકોની સેવા કરીને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમનું સન્માન કરવું એ મારા માટે ગૌરવની વાત છે. સાથે મેંયરે મીડિયાકર્મીઓનો પણ આભાર માન્યો હતો.