ગુજરાત
News of Sunday, 3rd July 2022

બોરસદના સીસવામાં ભારે વરસાદ બાદ 15 મકાનો હજુ પાણીમાં ગરકાવ :તંત્રએ ગામમાં દવાનો છંટકાવ શરૂ કર્યો

આરોગ્ય તંત્રની ટીમે લોકોના આરોગ્યની ચકાસણી હાથ ધરી:ભારે વરસાદથી થયેલી નુકસાનીનો સર્વે કરવા જિલ્લા પંચાયત અને અન્ય ટીમ પહોંચી

આણંદના બોરસદ તાલુકાના સીસ્વામાં ભારે વરસાદ બાદ 15 મકાનો હજુ પાણીમાં ગરકાવ છે. સીસ્વામાં રોગચાળો ન વકરે તે માટે વહીવટી તંત્રની ટીમે ગામમાં દવાનો છંટકાવ શરૂ કર્યો છે. તો આરોગ્ય તંત્રની ટીમે લોકોના આરોગ્યની ચકાસણી હાથ ધરી છે. સીસ્વા ગામમાં ભારે વરસાદથી થયેલી નુકસાનીનો સર્વે કરવા જિલ્લા પંચાયત અને અન્ય ટીમ પહોંચી છે. તો બીજી તરફ અસરગ્રસ્ત લોકોને જરૂરી સહાયનું પણ વિતરણ કરવામાં આવ્યું. હતું

 

(10:32 pm IST)