ગુજરાત
News of Sunday, 3rd July 2022

નર્મદા જિલ્લાની વિવિધ કચેરીઓમાં 36 કર્મચારીઓ નિવૃત થતા,ખાલી પડેલી જગ્યાઓ માં વધારો નોંધાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : પ્રાપ્ત માહિતી મુજબ જૂન મહિનો એટલે સરકારી કચેરીઓ માં નિવૃત્તિનો મહિનો કારણકે મોટા ભાગે જૂન મહિનામાં મોટી સંખ્યામાં સરકારી કચેરીઓમાં વય મર્યાદાને કારણે કર્મચારીઓ નિવૃત થતા હોય છે.30 જૂન ના રોજ સરકારી કચેરીઓ માં વિદાય સમારંભ યોજાતા હોય છે ત્યારે નર્મદા જિલ્લા માં આ વર્ષે 30 જૂન ના રોજ વિવિધ કચેરીઓમાં 36 જેટલા કર્મચારીઓ નિવૃત થયા છે જેમાં સૌથી વધુ વન વિભાગમાં કાયમી રોજમદાર , બીટગાર્ડ ફોરેસ્ટર સહીત 18 કર્મચારીઓ નિવૃત થયા છે જયારે નર્મદા પોલીસ ના 11 આસી.સબ ઇન્સ્પેકટર નિવૃત થયા છે જયારે જિલ્લા પંચાયતમાં જિલ્લા આંકડા અધિકારી સહીત પાંચ કર્મચારી નિવૃત થયા છે તો કલેકટર કચેરી માં પણ એક મામલતદાર તેમજ એક ક્લાર્ક એમ બે નિવૃત થયા છે ત્યારે ઘણી કચેરીઓમાં હાલ જગ્યાઓ ખાલી હોવાથી ઇન્ચાર્જથી વહીવટ ચાલે છે જેમાં 30 જૂન થી ખાલી જગ્યાઓમાં વધારો થયો છે ત્યારે સરકાર સત્વરે ખાલી જગ્યાઓ પર નવી નિમણુંક કરશે કે પછી એમજ ગાડું ગબડ્યા કરશે ? તેવા સવાલ ઊભા થયા છે.

(10:21 pm IST)