ગુજરાત
News of Sunday, 3rd July 2022

કારમી મોંઘવારીમાં... નર્મદા જિલ્લાના અંતરિયાળ ગામોમાં રહેતા પરિવારોને ડોળીનું તેલ આશીર્વાદરૂપ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હાલ મોધવારી એ માઝામૂકી છે જેમાંય તેલના ભાવ આસમાને પહોંચતા ગરીબ આદિવાસી પરિવારો તકલીફમાં મુઆજે તેલનો ભાવ આસમાને છે ત્યારે ગરીબો માટે આટલું મોંઘુ તેલ ખરીદવું શક્ય નથી માટે નર્મદા જિલ્લાના સ્થાનિક આદિવાસી સમાજ ડોળી ના તેલનો ઉપયોગ કરે છે. આ ડોળીનું તેલ મફતના ભાવમાં પડતું હોય આખા વર્ષ દરમ્યાન ખાવા માટે સંગ્રહિત કરી લે છે અને જમવાનું જ નહીં દુખાવો થતો હોય માલિશ કરવાથી દુખાવો મટી જતો હોય છે. જેથી આ ડોળીનું તેલ અકસીર છે.સાથે જે આદિવાસી ઘાણીમાં પીલાવા આવતા ઘાણી ચલાવતા લોકો ને પણ રોજગારી મળીરહે છે અને જેવો પાસે લોકો શરીરમાં દવાના ઉપયોગમાં લેવા માટે લેવા પણ આવે છે કાયા છે ત્યારે નર્મદા જિલ્લાના જંગલમાં કુદરતી રીતે ઉગતા મહુડાનાં વૃક્ષ અહીંના આદિવાસીઓ માટે આશીર્વાદ રૂપ સાબિત થયા છે
નર્મદા જિલ્લો આદિવાસી વસ્તી ધરાવતો જીલ્લો છે અને 43 ટકા વન આવેલ હોય જેમાં અસંખ્ય મહુડાનાં વૃક્ષો છે. મહુડાનાં વૃક્ષ ને કમાઉ દીકરા તરીકે માનવામાં આવે છે. કેમકે તેનાં ફૂલ માંથી વાનગીઓ, સબ્જી બને છે. પરંતુ જેનું ફળ ડોળી માંથી તેલ મળે છે. આ મહુડાનાં વૃક્ષનું ફળ એટલેકે ડોળી ને સ્થાનિક આદિવાસીઓ પાડી ને જેને ફોળી સુકવે છે. આ સુકવેલી ડોડી ને રાજપીપલા  ઘંટીપર ઘાણી માં તેલ કઢાવી તેલ તેમના ઘર વપરાશ માટે લઈ જાય છે,આમ એક બે વખત માં તેઓ આખા વર્ષ માટેનું તેલ સંગ્રહિત કરે છે.

(10:19 pm IST)