ગુજરાત
News of Sunday, 3rd July 2022

હાલોલ પંથકમાં હત્યાનો સિલસિલો :સમાધાન માટે બોલાવી ગુંદી ગામના યુવકની ચપ્પુના ઘા ઝીકી કરપીણ હત્યા

પાંચ યુવકોએ પકડી રાખ્યો અન્યે છરીના ઘા ઝીકી પતાવી દીધો

હાલોલ તાલુકા પંથકમાં ગત દિવસોમાં 2 અલગ અલગ ગામોમાં થયેલ 2 હત્યાના બનાવના પડઘા હજુ શાંત પણ થવા પામ્યા નથી. ત્યારે ગત રાત્રિના સુમારે હાલોલના ટોલનાકા પાસે ઘોઘંબા તાલુકાના ગુંદી ગામના 20 વર્ષીય યુવાન સહિત તેના ભાઈને ફોન પર હેરાન કરવા બાબતે સમાધાન કરવા બોલાવી ગુંદી ગામના જ 6 યુવાનોએ 20 વર્ષીય યુવાન પર હથિયાર વડે હુમલો કર્યાની ઘટના સામે આવી છે. હુમલાખોરો પૈકી 5 યુવાનોએ ભોગ બનનાર યુવાનને પકડી રાખી એક યુવાન દ્વારા ચપ્પુના ઘા મારી કરપીણ હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. જેમાં બનાવ અંગે હાલોલ રૂરલ પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધાતા ફરાર થઈ ગયેલા 6 આરોપીઓને ઝડપી પાડવા માટે હાલોલ રૂરલ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

સમગ્ર ચકચારભર્યા બનાવની મળતી વિગત પ્રમાણે, ઘોઘંબા તાલુકાના ગુંદી ગામે રહેતા અને ઓનલાઇન ફુડ ડિલીવરી કરતી કંપનીમાં નોકરી કરતાં 20 વર્ષીય સુનીલસિંહ ભગવાનસિંહ ચૌહાણને ગામમાં જ રહેતા ઠાકોરભાઈ અરવિંદભાઈ ચૌહાણ અલગ અલગ ફોન મારફતે ફોન કરી ગાળો બોલી હેરાન કરતા હતા. જેમાં આ બાબતે સુનિલે પોતાના મોટાભાઇ મેહુલસિંહ ભગવાનસિંહ ચૌહાણને ફરિયાદ કરતા મેહુલે ફોન કરી ઠાકોર ભાઈને આ બાબતે કહેતા ઠાકોરભાઈએ આપણે સમાધાન કરી લઈએ તેમ કહી મળવાનું કહ્યું હતું. મેહુલ તથા સુનિલને હાલોલ નગરની બહાર વડોદરા હાઇવે રોડ પર આવેલ ટોલનાકા પાસે ગતરાત્રીના સુમારે બોલાવવામાં આવ્યા હતા. જેમાં મેહુલ પોતાના ભાઈ સુનિલ તથા પોતાના ગામના અન્ય યુવાનોને લઈ 3 બાઇકો લઈને રાત્રિના પોણા બાર વાગ્યા સુમારે હાલોલ ટોલનાકા ખાતે પહોંચ્યા હતા

 

(9:03 pm IST)