ગુજરાત
News of Sunday, 3rd July 2022

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 143 તાલુકામાં વરસાદ

સૌથી વધુ નવસારીના વાંસદામાં સૌથી વધુ 5 ઈંચ,ખંભાળિયામાં 4.5 ઈંચ, માણવદર, જૂનાગઢ શહેર અને તાલુકામાં 4-4 ઈંચ, તાપીના ડોલવણ તાલુકામાં ચાર ઈંચ,નવસારીના ખેરગામમાં 4 ઈંચ,મહિસાગરના વીરપુરમાં 4 ઈંચ વરસાદ

અમદાવાદ ; અષાઢી બિજથી જ રાજ્યભરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.છેલ્લા 24 કલાકમાં 143 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ નવસારીના વાંસદામાં સૌથી વધુ 5 ઈંચ,દેવભૂમિદ્વારકાના ખંભાળિયામાં 4.5 ઈંચ,જૂનાગઢના માણવદરમાં 4 ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો.તો જૂનાગઢ શહેર અને તાલુકામાં 4-4 ઈંચ, તાપીના ડોલવણ તાલુકામાં ચાર ઈંચ,નવસારીના ખેરગામમાં 4 ઈંચ,મહિસાગરના વીરપુરમાં 4 ઈંચ વરસાદ વરસ્યો.33 તાલુકામાં 2.5 ઈંચથી લઈને 4 ઈંચ વરસાદ વરસ્યો છે.સમગ્ર રાજ્યમાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

(8:41 pm IST)