ગુજરાત
News of Sunday, 3rd July 2022

જુલાઇ મહિનામાં ગુજરાતમાં સાર્વત્રિક અને ધોધમાર વરસાદની આગાહી કરી : સુરત, નવસારી , વલસાડ, વાપીમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના

દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે : હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી

અમદાવાદ: ગુજરાતમાં હવામાન વિભાગે રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની  આગાહી આપી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, દક્ષિણ ગુજરાત માં પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ જુલાઇ મહિનામાં ગુજરાતમાં સાર્વત્રિક અને ધોધમાર વરસાદની આગાહી કરી છે.

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ન્યૂઝ18 ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યુ કે, ગુજરાતમાં જૂન મહિનો વરસાદ માટે સારો રહ્યો ન હતો. ત્યારે જુલાઇ મહિનો શરૂ થતાં રાજ્યનાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસી ગયો છે. હવે રાજ્યમાં વરસાદની સિસ્ટમ સક્રિય થઇ રહી છે અને અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બે દિવસમાં સુરત, નવસારી , વલસાડ, વાપીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આ સાથે અન્ય વિસ્તારોમાં સામાન્ય વરસાદ જોવા મળશે.

(6:15 pm IST)