ગુજરાત
News of Sunday, 3rd July 2022

દક્ષિણ ગુજરાતમાં સિઝનનો ૧૧ ઇંચ વરસાદ વરસ્‍યો : અનેક ડેમમાં નવા નીરની આવક

૧૭ ટકા દક્ષિણ ગુજરાતમાં સૌરાષ્‍ટ્રમાં સાડા ચાર ઇંચ વરસાદ ૧પ ટકા સીઝનનો પડયો

ગુજરાતમાં ચોમાસાની શરુઆતમાં મેઘરાજાની અવિરત કૃપા ઉતરી રહી છે. રાજ્યમાં પાછલા એક અઠવાડિયાથી

મનમૂકીને વરસી રહ્યાં છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદ ખાબક્યો છે. સાથે જ ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ગુજરાતમાં નદી-નાળા છલકાયા છે.

અનેક ડેમમાં નવા નીરની આવક થઇ છે. ચોમાસાની (Monsoon 2022) શરુઆતમાં જ સારો એવો વરસાદ વરસતા ખેડૂતો સહિત વહીવટી તંત્રની ચિંતા પણ હળવી બની છે.

ગુજરાતના મીની ચેરાપુંજી ગણાતા દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 11 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં સૌથી વધુ સરેરાશ 17 ટકા જેટલો વરસાદ પડી ચુક્યો છે. જે બાદ સૌરાષ્ટ્રમાં સરેરાશ સાડા ચાર ઈંચ વરસાદ સાથે સિઝનનો 15 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. કચ્છમાં સરેરાશ દોઢ ઈંચ વરસાદ સાથે સિઝનનો સૌથી ઓછો 7 ટકા વરસાદ પડ્યો. તો ઉત્તર ગુજરાતમાં સરેરાશ 3 ઈંચ જેટલા વરસાદ સાથે સિઝનનો 9.45 ટકા વરસાદ પડી ચુક્યો છે. જ્યારે મધ્ય ગુજરાતમાં 3 ઈંચથી થોડા સરેરાશ વરસાદ સાથે સિઝનનો 9 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે.

(6:06 pm IST)