ગુજરાત
News of Sunday, 3rd July 2022

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન જિલ્લાના 149 તાલુકામાં મેઘા મહેર : સૌથી વધુ વરસાદ નવસારીના વાંસદા તાલુકામાં સાડા પાંચ ઈંચ

જુનાગઢમાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરતાં ૩ ઈંચ: આવતીકાલે સુરત, નવસારી, બનાસકાંઠા, સાબરકાંઠા, ડાંગ, તાપી, પોરબંદર, જુનાગઢ, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ, દીવનો સમાવેશ: ભારે વરસાદની આગાહી

અમદાવાદ : રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન જિલ્લાના 149 તાલુકામાં મેઘા મહેર થઇ રહ્યા છે. જયારે  સૌથી વધુ વરસાદ નવસારીના વાંસદા તાલુકામાં સાડા પાંચ ઈંચ વરસાદ ખાબક્યો છે. તથા જુનાગઢમાં પણ મેઘરાજાએ તોફાની વરસાદ થયો હતો.. હજુ   આવતીકાલે સુરત, નવસારી, બનાસકાંઠા, સાબરકાંઠા, ડાંગ, તાપી, પોરબંદર, જુનાગઢ, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ, દીવનો સમાવેશ: ભારે વરસાદની આગાહી  હવામાન ખાતા દ્વારા કરવામાં આવી રહી છે.

અન્યત્ર જ્યાં આજે બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો તેમાં જુનાગઢના માળિયા-માંગરોળ, જામનગરના જામજોધપુર, નવસારીના ગણદેવી-નવસારી-જલાલપોર-ચીખલી, વલસાડના વાપી-ઉમરગામ-કપરાડા-ધરમપુર-પારડી, ગીર સોમનાથના તલાલા, સુરતના ચોર્યાસી-પલસાણા, કચ્છના લખપત, સાબરકાંઠાના વડાલી, ખેડાના વસોનો સમાવેશ થાય છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ દરમિયાન ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આવતીકાલે જ્યાં ભારે વરસાદની આગાહી છે તેમાં સુરત, નવસારી, બનાસકાંઠા, સાબરકાંઠા, ડાંગ, તાપી, પોરબંદર, જુનાગઢ, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ, દીવનો સમાવેશ થાય છે.

 

(11:38 am IST)