ગુજરાત
News of Sunday, 3rd July 2022

ફાયર સેફટી વગર કાર્યરત રાજપીપળા DGVCL કચેરી માં ફાયર સેફ્ટીનો નિયમ લાગુ પડતો નથી..?! નિયમ કેમ પગલાં લેવાતાં નથી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા માં નગરપાલિકા દ્વારા અગાઉ જિલ્લાની વડી એવી રાજપીપળા સિવિલ હોસ્પિટલ સહિત ત્રણ શાળાઓ ને ફાયર સેફ્ટી નહિ હોવા બાબતે શીલ કરવામાં આવી હતી અને. નિયમનું પાલન કરવા જણાવાયું હતું પરંતુ ટૂંક સમય પહેલા ખુલ્લી મુકાયેલી કરોડોના ખર્ચે તૈયાર કરાયેલી DGVCL ની નવી કચેરી ફાયર સેફ્ટી ની સુવિધા વિનાજ કાર્યરત છે તો શું આ કચેરીમાં નિયમ લાગુ પડતો નથી તેવા સવાલ હાલ ઉઠ્યા છે.
આ બાબતે રાજપીપલા ડી.જી.વી.સી.એલ ના એક્ઝિક્યુટિવ એન્જિનિયર એચ.ડી.રાણા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે અમે આજથી ૨ મહિના પેહલા જ ફાયર સેફ્ટીની સુવિધા માટે ટેન્ડરીંગ પ્રક્રિયા કરી દીધી છે જે ફાયનલ સ્ટેજ પર છે એચ.ડી.રાણાના જવાબ પરથી એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે અગાઉના અધિકારીના ધ્યાનમાં કેમ આટલી ગંભીર બાબત ધ્યાનમાં નહિ આવી હોય , જો કોઈ દુર્ઘટના બનેઘટે જેમાં જાન હાની થાય તો એ બાબતે જવાબદાર કોણ કહેવાશે..?
માટે વીજ કંપનીને જ્યાં સુધી ફાયર સેફ્ટીની એન.ઓ. સી ન મળે ત્યાં સુધી વીજ કંપનીના બિલ્ડિંગને પણ સીલ મારવું જોઈએ એવી માંગ ઉઠી છે .
આ બાબતે નગરપાલિકા નાં મુખ્ય અધિકારી એ જણાવ્યું કે સુરત નાં રિજિયોનલ ફાયર ઓફિસર દ્વારા અમને સૂચના મળે ત્યાં અમારે સિલ મારવાનું હોય છે પાલિકા પાસે આવી કોઈ સત્તા નથી હાલમાં સ્કૂલ અને હોસ્પિટલ પર ફોકસ થાય છે માટે અગાઉ ફાયર ઓફિસર ની સૂચનાથી જ સિલ માર્યા હતા.

(11:02 pm IST)