ગુજરાત
News of Friday, 3rd July 2020

ધંધા રોજગાર, સરકારી કચેરીઓ ધમધમતી થયા બાદ કોર્ટ પણ શરૂ કરવા નર્મદા બાર એસો.ની માંગ

અસીલો અને વકીલોના હિત માં ન્યાયિક પ્રક્રિયા ફરી શરૂ કરવા નર્મદા બાર એસો.ને ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અને હાઇકોર્ટના યુનિટ જજને રજૂઆત કરી છે.

(ભરત શાહ દ્વારારાજપીપળા : નર્મદા બાર એસોસિએશન દ્વારા લોક ડાઉનમાં લાંબા સમયથી બંધ રહેલી રેગ્યુલર કોર્ટો તબક્કા વાર ચાલુ કરવા ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તથા ગુજરાત હાઇકોર્ટના યુનિટ જજની રજૂઆત કરવામાં આવી છે.
 
નર્મદા બાર એસોસિયેશનના પ્રમુખ વંદનાબેન આઈ ભટ્ટ તેમની રજુઆતમાં જણાવ્યા મુજબ હાલમાં કોરોનાની મહામારી તીવ્ર ગતિએ આપણા ભારત દેશમાં કહેર મચાવ્યો છે.તેવા સંજોગોમાં સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર ગુજરાત હાઇકોર્ટ અને તેના તાબા હેઠળની અદાલતો લોકડાઉનના સમય દરમિયાન સંપૂર્ણ રીતે બંધ છે. જે આજદિન સુધી ન્યાયતંત્ર જાહેર જનતા કે વકીલ માટે ખુલ્લુ મુકવામાં આવેલ નથી જેનાથી જાહેર જનતાને તો ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.સાથે ન્યાય માટે વલખા મારવા ની સ્થિતિ ઉત્પન્ન થયેલ છે. પરિસ્થિતિ માં વકીલોની હાલત ખુબ દયનીય તેમજ કફોડી થયેલ છે, સામાન્ય રીતે વકીલોને રોજનું રોજ કમાઈને પોતાના પરિવારનું ભરણ પોશાણ કરતા હોય છે.
સંજોગો જોતા કે મેન્યુઅલ ફાઇલિંગ,દલીલોના કામો, લેખિત જવાબો,પેમેન્ટના કામો,નાની મેટરો શરૂ કરાવવા બાબત તેમજ સૌથી મહત્વની બાબત કે જે એરીયા જેવા કે તાલુકા વિસ્તારનાના જિલ્લાઓ એવી જગ્યા કોરોનાની પરિસ્થિતિ નહિવત છે.માટે નર્મદા બાર એસોસીએશન ની રેગ્યુલર કોર્ટ તબક્કાવાર ચાલુ કરવા ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તથા ગુજરાત હાઈકોર્ટ યુનિટ જજને રજુઆત કરી છે.

--  

 

રાજપીપળા સખી વન સ્ટોપ સેન્ટરે રસ્તો ભૂલી પડેલી બાળકીનું માતા સાથે મિલન કરાવ્યું
ગ્રેટ----નેત્રંગ નજીકના વિસ્તારમાંથી ગરુડેશ્વર તરફ આવી પહોંચેલી 13 વર્ષીય બાળકીને 181 હેલ્પ લાઈન સખી વન સ્ટોપ સેન્ટર ખાતે મૂકી ગઈ હતી.
ફોટો 181
(
ભરત શાહ દ્વારારાજપીપળા : નર્મદા જિલ્લામાં અટવાયેલી,ત્યકતા, નિરાધાર મહિલાઓ માટે સેવાકાર્ય કરતી રાજપીપળા ખાતેની સખી વન સ્ટોપ સેન્ટર એક બાદ એક સેવાકાર્ય કરતી હોય હાલમાજ એક અટવાયેલી 13 વર્ષીય બાળકી નું તેની માતા સાથે મિલન કરવી વધુ એક સફળ કામગીરી પાર પાડી હતી.
 
પ્રાપ્ત માહિતી અનુસાર ગત તારીખ જુલાઈ ના રોજ નેત્રંગ નજીકના એક વિસ્તારમાં માતા સાથે રહેતી 13 વર્ષીય બાળકી કે જે પિતાની છત્રછાયા ગુમાવી ચુકી હોય માતા મજૂરી કામ કરી બંનેનું ગુજરાન કરતી હોય એવી બાળકી અચાનક નેત્રંગ તરફથી ગરુડેશ્વર આવી પહોંચી ત્યારબાદ રસ્તો ભૂલી પડતા કોઈકે 181 મહિલા હેલ્પલાઈન ને જાણ કરતા હેલ્પલાઇનન ની ટિમ બાળકી ને રાજપીપળા ખાતે કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટર ખાતે મૂકી જતા સખી વન સ્ટોપ સેન્ટર અને બાળ સુરક્ષાની ટિમો દ્વારા બાળકી નું કાઉન્સર્લિંગ કરવામાં આવ્યું ત્યારે જાણવા મળ્યું કે એના પિતા નથી માતા સાથે રહે છે પરંતુ ગામ નું નામ ખબર નથી છતાં રસ્તો જોયેલો છે.જેથી સખી વન સ્ટોપ સેન્ટર ની ટીમે બાળકી સાથે રહી એણે બતાવ્યા મુજબ ના રસ્તે લઈ જતા આખરે તેની માતા મળી આવતા માતા પુત્રીનું મિલન કરાવી વધુ એક સફળ કામગીરી પાર પાડી હતી

(11:36 pm IST)