ગુજરાત
News of Wednesday, 3rd July 2019

ચેતતો પક્ષ સદા સુખીઃ કોંગ્રેસ ધારાસભ્યોને આબુમાં રાખશે

અલ્પેશ, ધવલસિંહ સહિત પાંચ ધારાસભ્યો નહિ જાય

ગાંધીનગર, તા. ૩ :. આગામી રાજ્યસભાની ચૂંટણીમાં વિરોધ પક્ષના સભ્યોને આજે મોડી સાંજથી માઉન્ટ આબુ ખાતે લઈ જવાના છે. માઉન્ટ આબુ ખાતે મુખપોલ અને અન્ય રાજ્યસભાની ચૂંટણી અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે. કોંગી દ્વારા સંભવિત ક્રોસ વોટિંગ રોકવા આ પગલુ ભરવામાં આવ્યુ છે.

વિરોધ પક્ષના એક સિનીયર સભ્યએ ૩ મત ઓછા મળશે તેવી દહેશત વ્યકત પણ કરી છે. હવે એ જોવાનું રહ્યુ કે ભાજપ સરકારની રણનીતિ સામે કોંગ્રેસ પોતાના ઉમેદવારને કેવી રીતે જીતાડવાના પ્રયત્નો કરવામાં આવશે. અલ્પેશ ઠાકોર, ધવલસિંહ ઝાલા, ભરત ઠાકોર, અનિલ જોષીયારા સહિત ૫ ધારાસભ્યો જુદા જુદા કારણસર આબુ જનાર નહિ હોવાનું જાણવા મળે છે.

(4:00 pm IST)