ગુજરાત
News of Wednesday, 3rd June 2020

પરમ દિવસે (પૂનમ)ના ૨૪ કલાક સત્તાવાર સિંહ અવલોકનઃ વસ્તીનો કયાસ કઢાશે

પરંપરાગત ગણતરી કોવિડ-૧૯ના કારણે આ વર્ષે શકય નથી

રાજકોટ, તા. ૩ :. દુનિયાભરમાં ગીરના સિંહ ગુજરાત માટે ગૌરવરૂપ છે. દર પાંચ વર્ષે ગીરના જંગલોમાં વિહરતા સિંહોની પરંપરાગત વસ્તી ગણતરી યોજવામાં આવે છે. આ ગણતરીમાં વન વિભાગના કર્મચારીઓ, સ્વયંસેવી સંસ્થાઓ, નિષ્ણાંતો, પ્રકૃતિપ્રેમીઓ, વાઈલ્ડ લાઈફના સ્ટેટ અને નેશનલ બોર્ડના સભ્યો સહિતના આ ગણતરીમાં જોડાતા હોય છે. પરંતુ આ વર્ષે આ પદ્ધતિની ગણતરી યોજવી શકય ન હોવાથી છેલ્લા કેટલાક વર્ષોથી પૂનમના દિવસે ૨૪ કલાક માટે પોતપોતાના વિસ્તારોમાં ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ સિંહોનું અવલોકન કરી નોંધ કરતા હોય છે. આ સિંહાવલોકન પરમ દિવસે તા. ૫-૬-૨૦૨૦ને પૂનમના બપોરે ૨ કલાકથી તા. ૬-૬-૨૦૨૦ના બપોરે ૨ કલાક સુધી યોજાયુ છે. આ અવલોકનના આધારે ગીરના સિંહોની વસ્તીનો આંકડો તાગવામાં આવશે તેમ મુખ્ય વન સંરક્ષક, જૂનાગઢની યાદીમાં જણાવાયુ છે.

(4:19 pm IST)