ગુજરાત
News of Wednesday, 3rd June 2020

વલસાડ જિલ્લા તંત્ર એલર્ટ : દરિયાકાંઠાના 33 હજાર લોકોનું સ્થળાંતર: ચાર એનડીઆરએફની ટીમ તૈનાત

એનડીઆરએફની ટીમે તિથલ દરિયા કિનારે તમામ જગ્યાનું નિરીક્ષણ કર્યું

વલસાડ : નિસર્ગ વાવાઝોડાને પગલે વલસાડ જિલ્લા વહીવટીતંત્ર છે હાલમાં વલસાડ જિલ્લામાંથી દરિયા કિનારે રહેતા 33 હજાર લોકોનું સ્થળાંતર કરાયું છે અને કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ચાર જેટલી એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે સાથે જ એનસીઆરટી ની એક ટીમ પણ હાલ વલસાડ પહોંચી ચૂકી છે

અરબી સમુદ્રમાં ધીરે ધીરે આગળ વધી રહેલું અને મુંબઈ તરફ જઈ રહેલું nisarga વાવાઝોડું બપોરના સમયે મહારાષ્ટ્રના દરિયાકિનારે અથડાય એવી સંભાવનાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે અને જેને પગલે વલસાડ જિલ્લાને પણ નહિવત અસર થાય એવી શક્યતાઓ છે જોકે પવનની તેજ ગતિને કારણે કોઈ પણ પ્રકારનું નુકસાન ન પહોંચે તે માટે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બની છે અને દરિયાકાંઠાના વિસ્તારમાં આવેલા ગામોમાં કાચા મકાનમાં રહેતા 33 હજાર જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે સાથે-સાથે એનડીઆરએફની ચાર જેટલી ટીમો વલસાડ જિલ્લામાં તૈનાત કરવામાં આવી છે એસ બી આર એસ ની એક ટીમ પણ વલસાડ જિલ્લામાં પહોંચી છે આ ટીમ આજે વલસાડના તિથલ દરિયા કિનારે પહોંચી હતી અને તમામ જગ્યાઓ નિરીક્ષણ કર્યું હતું

(1:44 pm IST)