ગુજરાત
News of Monday, 3rd May 2021

કનખાડી ગામે લગ્નમાં સોસીયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડનાર વિરુદ્ધ સાગબારા પોલીસે કરી લાલ આંખ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :સાગબારા પોલીસે જાહેરનામાના કડક પાલન બાબતે કડક કાર્યવાહી કરતા લગ્ન માં સાઉન્ડ સિસ્ટમ સાથે નાચગાન કરી જાહેરનામાનું ઉલ્લંઘન કરતા તત્વો સામે લાલ આંખ કરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ હીમકર સિંહ પોલીસ અધિક્ષક, નર્મદા નાઓએ નોવેલ કોરોના વાયરસ કોરીડ ૧૯ વૈશ્વિક મહામારીને અટકાવવા સારૂ સરકાર દ્વારા જાહેર કરવામાં આવતી માર્ગ દર્શીકાનુ કડક પાલન કરવા આપેલ આદેશ અનુસાર રાજેશ પરમાર ના. પોલીસ અધીક્ષક ના માર્ગ દર્શન મુજબ કે.એલ.ગળયર પોલીસ સબ ઈન્સ્પેકટર સાગબારા એ પોલીસ સ્ટાફના માણસો સાથે સાગબારા પો.સ્ટે વિસ્તારના ગામડાઓમાં સામાજીક પ્રસંગમાં ભીડ ન થાય અને કોરોના વાયરસ સંક્રમણ ન ફેલાય તે હેતુસર પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં દરમ્યાન કનખાડી ગામે એક સામાજીક પ્રસંગમાં સાઉન્ડ સીસ્ટમ વગાડી નાચગાન કરતા જણાતા સ્થળ ઉપર તપાસ કરતા કનખાડી ગામના શંભુદાસભાઈ બંશીભાઈ તડવી એ તેમના દિકરા ઉમેદ ભાઈ તડવીનુ લગ્નનું સરકારના નિયમોનુસાર વગર મંજૂરી એ આયોજન કરેલ હોય અને આ લગ્ન પ્રસંગમાં તેમણે ક્રિશ્ના મંડપ ડેકોરેન સંચાલક મહેન્દ્રભાઈ વેચાતભાઈ તડવી (રહે , કનખાડી , તા . સાગબારા , જી . નર્મદા) ના સાઉન્ડ સીસ્ટમ દ્વારા મોટા સ્પીકર ઉપર લગ્નો ગીતો વગાડી નાચગાન કરી ૧૦૦ થી વધારે જનમેદની ભેગી કરેલ હોય જેથી લગ્નના આયોજક શંભુદાસભાઈ બંશીભાઈ તડવી તથા મંડપ ડેકોરેન સંચાલક મહેંદ્રભાઈ વેચાતભાઈ તડવી બન્ને વિરૂધ્ધમાં ગુનો દાખલ કરતા અન્યો માં ફફડાટ ફેલાયો છે.

(11:45 pm IST)