ગુજરાત
News of Monday, 3rd May 2021

વલસાડ અતુલ હાઈવે પરથી રૂપિયા ૩.૧૨ લાખનો પાન મસાલાનો જથ્થો ઝડપી પાડયો

વલસાડ જિલ્લા પોલીસ વડા ડો રાજદીપસિંહ ઝાલા ના માર્ગદર્શન થી રૂરલ પીએસઆઈ અમીરાજસિંહ રાણાની ટીમનો સપાટો

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ અતુલ હાઈવે ઉપર ઇકો કારમાં પાન મસાલાનો જથ્થો બિલ વગર નો લઈ જતો હોય જે વલસાડ રૂરલ પોલીસની ટીમે બાતમીના આધારે કારમાંથી રૂપિયા ૩.૧૨ લાખનો પાન મસાલાનો જથ્થો ઝડપી પાડયો હતો કારચાલક  સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે

 પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડ રૂરલ પોલીસના પોલીસ કોન્સ્ટેબલ જયેન્દ્રસિંહ તેમની ટીમ સાથે હાઈવે ઉપર પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળેલ કે હાઈવે ઉપરથી ઇકો કારમાં પાન મસાલાનો જથ્થો ગેરકાયદે સૂરત તરફ લઈ જવાના હોય જે બાતમીના આધારે વલસાડ રૂરલ પોલીસની ટીમ અતુલ ઓવરબ્રિજ નેશનલ હાઇવે નંબર 48 સુરત તરફ જવાના માર્ગ ઉપર વોચ ગોઠવી હતી ત્યારે બાતમી વાડી ઇકો કાર નંબર જીજે ૬ એમ ડી ૯૦૫૯ આવતા જોતા  પોલીસે કાર અટકાવી હતી કારમાં તપાસ કરતા ૧૦ જેટલા કોથરા  ભરેલા પાન મસાલાના  મળી આવ્યા હતા

 પોલીસે કારચાલક પર બિલોની માંગણી કરી હતી પણ એમના બીલ ના હોય અને આ ગુટકા ગેરકાયદેસર રીતે સુરત તરફ લઈ જતો હતો રૂપિયા ૩.૧૨ લાખ ના પોલીસે કારચાલક વડોદરામાં રહેતો નેકીરામ યોગેશભાઈ શાહ એમની સામે ગુનો નોંધી અને પોલીસે મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(8:46 pm IST)