ગુજરાત
News of Monday, 3rd May 2021

વડોદરાના વાડી વિસ્તારમાં ધો.10માં ભણતી વિદ્યાર્થિનીને લગ્નની લાલચ આપી ભગાડી જનાર નરાધમ વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા: શહેરનાવાડી વિસ્તારમાં રહેતા યુવાને વાડી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે,મને બંને કિડનીની બીમારી હોય,કામધંધો કરી શકતો નથી.મારી પત્ની ઘરકામ કરે છે.મારા પિતા મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટની ઓફિસમાં નોકરી કરે છે.મારી છોકરી ધો.૧૦ માં અભ્યાસ કરે છે.મારો છોકરો ધો. માં ભણે છે.મારા  પિતા બરાનપુરામાં રહેતા હોય મારી દીકરી અવાર નવાર તેમના ઘરે આવ જા કરતી હોય છે.ગત.તા.૨૯ મી ના રોજ મારે ડાયાલિસિસ કરાવવાનું હોય,સવારે નવ  વાગ્યે હું જેતલપુર રોડ પર આવેલી હોસ્પિટલમાં ગયો હતો.મારી છોકરી અને છોકરો ઘરે  હતા.બપોરે પોણા એક  વાગ્યે હું ઘરે પરત આવ્યો ત્યારે મારા છોકરાએ મને કહ્યુ હતુ ંકે,બહેન સાડા અગિયાર વાગ્યે  બિસ્કિટ લેવા જવાનું કહીને ઘરેથી નીકળી ગઇ હતી.અને હજીસુધી પરત આવી નથી.બે દિવસ  પહેલા સોનુ નામનો યુવક મારા ઘરે આવ્યો હોય.મને તેના પર શંકા જતા તેના ઘરે તપાસ કરતા તે મળી આવ્યો નહતો.અને તેનો મોબાઇલ ફોન પણ બંધ આવતો  હતો.જેથી,મારી પુત્રીને સોનુ લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હોય તેના વિરૃદ્ધ ફરિયાદ નોંધાવી છે. વાડી પી.આઇ.કે.પી.પરમારે ગુનો દાખલ કરી બંનેની શોધખોળ હાથ ધરી છે.

(4:49 pm IST)