ગુજરાત
News of Monday, 3rd May 2021

વડોદરાના વાઘોડિયા રોડ નજીક પાર્કિંગ કરવા બાબતે થયેલ તકરારમાં એક વેપારીના માથામાં કુહાડીનો હુમલો થતા પોલીસ ફરિયાદ

વડોદરા: શહેરના વાઘોડિયા રોડ પર કાર પાર્કિંગ બાબતે તકરાર થતા એક વેપારીના માથામાં કુહાડી મારી ગંભીર ઇજા પહોેચાડવામાં આવી હતી.બંને  પક્ષે સામસામી ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવમાં વાઘોડિયારોડ  પરની વ્રજવિહાર સોસાયટીમાં રહેતા ઉજ્જવલ  ભૂપેન્દ્રભાઇ શાહ ઘરેથી વેબસાઇટ ઓપ્ટિમાઇજેશનનો ધંધો કરે છે.પાણીગેટ પોલીસસ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે,અમારી સોસાયટી પાસે વલ્લભાચાર્ય કોમ્પલેક્સમાં દુકાન ધરાવતા તુષાર જોશી,માર્મિક ઓઝા,તથા તેઓના મિત્ર કુણાલ પારેખ મારા ઘરે આવ્યા  હતા.અને આજથી સાત દિવસ પહેલા તુષારે  પાર્ક કરેલી કાર હટાવવા બાબતે ઝઘડો કર્યો હતો.તે ઝઘડાની અદાવત  રાખી તેએાએ મારા ઘરે આવી ઘરની જાળીઓ જોર જોરથી ખખડાવીને બૂમો પાડતા હતા કે,ઉજ્જવલ ઘરેથી બહાર નીકળ,આજે તને જીવતો નહી છોડીએ.હું ઘરની બહાર નીકળતા તુષારે તેની કારમાંથી લાકડી કાઢી મને મને માથામાં ઇજા પહોેચાડી હતી.અને તેના બે મિત્રોએ મને માર માર્યો હતો.

દરમિયાન આજુબાજુના લોકો ભેગા થઇ જતા ત્રણેય હુમલાખોરો ત્યાંથી ભાગી ગયા હતા.ઉપરોક્ત ફરિયાદના આધારે પાણીગેટ  પોલીસે ગુનો  દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(4:49 pm IST)