ગુજરાત
News of Monday, 3rd May 2021

રાજ્ય સરકાર દેશ-વિદેશમાં રહેતા ગુજરાતીઓની હરહંમેશ પડખે : બિનનિવાસી ગુજરાતી પ્રભાગના મંત્રી પ્રદિપસિંહ જાડેજા

રાજય સરકારનો મહત્વનો નિર્ણય વિશાખાપટ્ટનમ(આંધ્રપ્રદેશ) ખાતેના ગુજરાતી સમાજ ભવનના બાંધકામ માટે રૂ. ૪૦ લાખની સહાય મંજૂર : દેશભરના કુલ ૧૬ ગુજરાતી સમાજ ભવનના નિર્માણ મરામત માટે રૂ. ૧ કરોડ ૬૯ લાખની સહાય ચૂકવાઈ

અમદાવાદ તા. ૩ : બિન-નિવાસી ગુજરાતી પ્રભાગના મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ગુજરાતીઓ પ્રત્યે ઉદાર ભાવના દર્શાવતા કહ્યું હતુ કે, રાજય સરકાર દેશ/વિદેશમાં રહેતા ગુજરાતીઓની હરહંમેશ પડખે છે. ગુજરાત બહાર અન્ય રાજયોમાં વસતા ગુજરાતીઓએ રચેલી સંસ્થાઓને ગુજરાતી સમાજ ભવનના બાંધકામ, તૈયાર મકાનની ખરીદી કે હયાત મકાનના વિસ્તરણ માટે આર્થિક સહાય આપવાની યોજના અંતર્ગત વિશાખાપટ્ટનમ (આંધ્રપ્રદેશ) ખાતેના ગુજરાતી સમાજની રજૂઆતને ધ્યાને લઈ વિશાખાપટ્ટનમમાં ગુજરાતી સમાજ ભવનના બાંધકામ માટે રૂ. ૪૦ લાખની સહાય મંજૂર કરવામાં આવી છે.

મંત્રી જાડેજાએ ઉમેર્યું હતુ કે, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે બિન નિવાસી ગુજરાતીઓ પ્રત્યે હંમેશા ઉદાર ભાવના દાખવી મહત્વના નિર્ણયો કર્યાં છે. અન્ય રાજયમાં આવેલ ગુજરાતી સમાજ ભવનના બાંધકામ, તૈયાર મકાનની ખરીદી કે હયાત મકાનના વિસ્તરણ માટે સહાયની રકમમાં વધારો કરીને વધુમાં વધુ રૂ. ૪૦ લાખ અથવા ખરેખર થયેલ ખર્ચના ૪૦ ટકા બે માંથી જે ઓછુ હોય તેટલી રકમ તેમજ હયાત સમાજ ભવનના મરામત માટે સહાયની રકમમાં વધારો કરીને વધુમાં વધુ રૂ. ૧૦.૦૦ લાખ અથવા ખરેખર થયેલ ખર્ચના ૪૦ ટકા બે માંથી જે ઓછુ હોય તેટલી રકમ ચૂકવવાનો નિર્ણય કરાયો હતો. ગુજરાત બહાર અન્ય રાજયોમાં વસતા ગુજરાતીઓ માટે રાજય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. અન્ય રાજયોમાં ગુજરાતી સમાજ ભવનના નિર્માણ અને મરામત માટે આપવામાં આવતી આર્થિક સહાયમાં વધારો કરવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજય સરકારે અત્યિંાર સુધીમાં દેશના જુદા જુદા રાજયોમાં આવેલા ૧૬ ગુજરાતી સમાજોને સમાજ ભવનના નિર્માણ કે મરામત માટે રૂ. ૧ કરોડ ૬૯ લાખની સહાય ચૂકવી છે.

(12:57 pm IST)