ગુજરાત
News of Monday, 3rd May 2021

અમદાવાદથી ધનબાદ માટે વન-વે સ્પેશિયલ ટ્રેન શરૂ

ટ્રેનમાં સ્લીપર, સેકન્ડ સીટિંગ માટે રિઝર્વ કોચ : કન્ફર્મ ટિકિટવાળા મુસાફરોને જ મુસાફરીની છૂટ રહેશે

નવી દિલ્હી, તા. : દેશભરમાં ઝડપથી ફેલાઇ રહેલા કોરોના વિસ્ફોટ બાદ ગત વર્ષ કરતાં પણ વધુ ખતરનાક માહોલ બનવા લાગ્યો છે. લોકડાઉન, જનતા કર્ફ્યું, પાબંધીઓ, દર્દીઓ અને સ્વાસ્થ્ય ઉપકરણોની અછત સર્જાવવાનું શરૂ થઇ ગયું છે. ગત વર્ષે અનલોક બાદ પાટા પર પરત ફરેલી પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની માંગ અને સંખ્યાને ધ્યાનમાં રાખીને અમદાવાદ અને ધનબાદ વચ્ચે વન-વે સ્પેશિયલ ટ્રેન તારીખ ૦૨ મે ૨૦૨૧ (રવિવાર)ના રોજ (એક ટ્રીપ) ચલાવવાનું નક્કી કરવામાં આવ્યું છે જે આજે ઉપડી હતી. ટ્રેન નંબર ૦૯૪૧૯ અમદાવાદ-ધનબાદ વન-વે સ્પેશિયલ ટ્રેન તારીખ ૦૨ મે ૨૦૨૧ (રવિવાર)ના રોજ અમદાવાદ થી સવારે ૧૦:૦૦ કલાકે ઉપડી હતી બીજા દિવસે ૨૨:૧૫ કલાકે ધનબાદ પહોંચશે. માર્ગમાં ટ્રેન વડોદરા, સુરત, નંદુરબાર, જલગાંવ, ભુસાવલ, અકોલા, બડનેરા, વર્ધા, નાગપુર, ગોંડિયા, દુર્ગ, રાયપુર, ઝારસુગુડા, રાઉરકેલા, રાંચી અને બોકારો સ્ટીલ સીટી સ્ટેશનો પર રોકાઈ હતી. ટ્રેનમાં સ્લીપર અને સેકન્ડ સીટિંગ માટે રિઝર્વ કોચ છે.

ટ્રેન નંબર ૦૯૪૧૯નું પેસેન્જર આરક્ષણ ૦૧ મે ૨૦૨૧ થી તમામ કોમ્પ્યુટરાઇઝ્ડ યાત્રી આરક્ષણ કેન્દ્રો અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે.

મુસાફરો ટ્રેનોની સંરચના, આવર્તન, ઓપરેટિંગ દિવસો અને ટ્રેનોના સ્ટોપેજ તથા ટ્રેનો ના આગમન અને પ્રસ્થાનની વિસ્તૃત માહિતી માટે ુુુ. ીહૂેૈિઅ.ૈહઙ્ઘૈટ્ઠહટ્ઠિૈઙ્મ.ર્ખ્તદૃ.ૈહ ની મુલાકાત લઈ શકે છે. નોંધનીય છે કે કન્ફર્મ ટિકિટવાળા મુસાફરોને સ્પેશિયલ ટ્રેનોમાં મુસાફરી કરવાની છૂટ રહેશે. પશ્ચિમ રેલ્વેએ મુસાફરોને બોર્ડિંગ, મુસાફરી અને ગંતવ્ય દરમિયાન કોવિડ -૧૯ થી સંબંધિત તમામ ધોરણો અને એસ..પી.નું પાલન કરવા વિનંતી કરી છે.

(9:38 pm IST)