ગુજરાત
News of Monday, 3rd May 2021

અમદાવાદના ઓગણજમાં મહિલા પર એસિડ હુમલો

મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ : પરિણીત અને બે બાળક હોવા છતાં યુવતીને ફસાવી બીજા લગ્ન કર્યા, પૂર્વ પત્ની પર હુમલો કરનારની ધરપકડ કરાઈ

અમદાવાદ, તા. : ઓગણજ નજીક પૂર્વ પતિએ મહિલા પર એસિડથી હુમલો કરતા સોલા હાઈકોર્ટ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. મહિલાને ઓગણજ ગામ પાસે અવાવરું જગ્યાએ લઈ જઈ પૂર્વ પતિ એસિડ ફેંકીને ભાગી ગયો હતો. જેમાં મહિલા ચહેરા અને હાથના ભાગે ગંભીર રીતે દાઝી જતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી. અંગે મહિલાએ પોલીસની મદદથી ઘરે જાણ કરતાં પરિવારજનો હોસ્પિટલ દોડી આવ્યા હતા. ઘટના અંગે પોલીસે હિતેષ સોલંકી નામના શખ્સની ધરપકડ કરી હતી.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ૩૩ વર્ષીય મહિલા છેલ્લા દોઢ મહિનાથી સોલા વિસ્તારમાં પીજીમાં રહેતી હતી. અગાઉ તે મહિલા તેના માતા-પિતા સાથે રાણીપમાં રહેતી હતી અને દરમિયાન તેની રાણીપમાં રહેતા હિતેષ સોંલકી સાથે થઈ હતી. ત્યારબાદ બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. ત્યારબાદ મહિલા યુવકને લગ્ન કરવાનું કહે ત્યારે તે વાયદા કર્યા કરતો હતો અને આખરે તેની સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. જો કે, લગ્ન બાદ મહિલાને હિતેષ અગાઉ પરિણીત હોવાનું અને તેના બે બાળક હોવાની જાણ થતાં છૂટાછેડા લઈ લીધા હતા.

મહિલા પિતાના ઘરે રહેવા જતા રહેતા હિતેષ ત્યાં પણ આવી પહોંચ્યો હતો અને હું તારા વગર રહી નહીં શકું તેમ કહીને તેને પાછો લઈ ગયો હતો અને બે મહિના અગાઉ મારા ઘરવાળા મને બોલાવે છે તેમ કહીને હિતેષ ઘરે જતો રહ્યો હતો જેથી મહિલાની હાલત કફોડી બની હતી અને આખરે છેલ્લા દોઢેક મહિના પહેલા તે સોલા વિસ્તારમાં આવેલા એક પીજીમાં રહેવા આવી ગઈ હતી.

દરમિયાન ૩૦ એપ્રિલે બપોરે ત્રણ વાગ્યાના આસપાસ હિતેષ પીજી ઉપર પહોંચી ગયો હતો અને મહિલાને ફોન કરીને બહાર બોલાવી હતી. હિતેષે મહિલાને મારો સામાન પાછો આપી દે તેમ કહીને માથાકૂટ કરી હતી. જો કે, મહિલાએ અહીં માથાકૂટ કરવાનું કહેતા બાઈક પર બેસાડીને ઓગણજ ગામે અવાવરું જગ્યાએ લઈ ગયો હતો. મહિલા સાથે વાતચીત દરમિયાન હિતેષ ઉશ્કેરાઈ ગયો અને બોટલ કાઢીને તેના પર

એસિડ એટેકથી મહિલા હાથ અને મોઢાના ભાગે દાઝી ગઈ હતી. મદદ માટે બૂમાબૂમ કરવા છતાંય કોઈ મદદ ના મળતા હિંમત કરીને રોડ તરફ આવી હતી. દરમિયાન ત્યાંથી પસાર થઈ રહલા પોલીસના વાહનને રોકીને મદદ માંગતા પોલીસે મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડીને તેના પરિવારને સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી. હાલ મહિલાની ફરિયાદના આધારે પોલીસે આરોપીને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(9:37 pm IST)