ગુજરાત
News of Friday, 3rd May 2019

કાંકરેજના ઉચરપીમાં કચરાના ઢગલામાં લાગેલ આગ વિકરાળ બની રહેણાંક મકાનમાં ફેલાઈ

કાંકરેજ તાલુકાના ઉચરપી ગામે બપોરના સુમારે પ્રાથમિક શાળાની સામે કચરાનો ઢગલામા અચાનક કોઈ કારણોસર આગ લાગી હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી થોડી ક્ષણોમાં બાજુમાં આવેલ ઘરની અંદર પ્રસરી ગઈ હતી.

 આ બાબતે થરા નગર પાલિકાના ફાયરફાઇટરોને જાણ કરતા ફાયરમેન અરવિંદજી મકવાણા તેમજ હરજીભાઈ દેસાઈ ઘટના સ્થળે દોડી આવી પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવ્યો હતો.આ બનાવના પગલે ગામમાં દોડધામ થઇ જવા પામી હતી.જોકે, ફાયરફાઇટરોની ત્વરિત કાર્યવાહીના કારણે મોટું નુકશાન તેમજ જાનહાની ટળી હતી.

(9:45 pm IST)