ગુજરાત
News of Friday, 3rd May 2019

ગૃહિણીઓમાં હવે મોડયુલર અને સાનુકૂળ કિચન્સનો ક્રેઝ

મોડયુલર કિચન્સનું માર્કેટ ૩૦૦૦ કરોડ : મોડયુલર કિચન્સ તૈયાર કરતી દુનિયાની શ્રેષ્ઠ કંપની હેકર કિચન દ્વારા શહેરમાં તેના નવા શો રૂમનો શુભારંભ કરાયો

અમદાવાદ, તા.૩ : ભારતમાં હવે જૂના પુરાણા અને પરંપરાગત રસોડાની સરખામણીએ મોડયુલર, ફેશનેબલ અને આકર્ષક કિચન્સનો ક્રેઝ નોંધપાત્ર રીતે વધતો જાય છે.  ખાસ કરીને મહિલાઓ અને ગૃહિણીઓમાં મોડયુલર અને તેમને અનુકૂળ પડે તેવા આ ફલેક્સીબલ કિચન્સની ડિમાન્ડ બહુ વધી છે, ત્યારે ભારતમાં પણ મોડયુલર કિચન્સ ઇન્ડસ્ટ્રીઝ સારી એવી ગ્રો થઇ રહી છે અને આવનારા વર્ષોમાં તેમાં ઘણી તકો રહેલી છે. ભારતમાં મોડયુલર કિચન્સનું માર્કેટ રૂ.ત્રણ હજાર કરોડને પણ આંબી ગયું છે, તે જોતાં આવનારા વર્ષોમાં મોડયુલર કિચન્સનો વપરાશ અને ડિમાન્ડ ઘણા વધશે એમ આજે મોડયુલર કિચન્સ તૈયાર કરતી વિશ્વની શ્રેષ્ઠ કંપની હેકર કિચન દ્વારા શહેરમાં ભવ્ય શો રૂમનો પ્રારંભ કરાયો તે પ્રસંગે તેના ફ્રેન્ચાઇઝી અને સંચાલક જતીન પારેખે જણાવ્યું હતું.  તેમણે વધુમાં જણાવ્યું હતું કે, માર્કેટમાં હવે મોડયુલસર કિચન્સનો વપરાશ, ડિમાન્ડ અને તેની ઉપયોગિતા એટલા માટે વધી રહી છે તે બહુ ફલેક્સીબલ અને સાનુકૂળ રહે છે. ખાસ કરીને ગૃહિણીઓને પરંપરાગત રસોડા અથવા તો કિચન્સમાં જે કંટાળો આવતો હતો અને માથાકૂટ કરવી પડતી હતી તે મોડયુલર કિચન્સમાં બહુ આરામદાયક રીતે અને સાનુકૂળતાથી નિપટાવી શકાય છે. આજના આધુનિક યુગમાં હવે રૂ.બે લાખથી લઇ રૂ.૫૦ લાખ કે તેથી પણ વધુ કિંમતના મોડયુલસર કિચન્સ ઉપલબ્ધ છે. હેકર કિચન્સના નવા શો રૂમના ફ્રેન્ચાઇઝી અને સંચાલક જતીન પારેખે વધુમાં ઉમેર્યું કે, અમદાવાદીઓને હવે વર્લ્ડકલાસ લેવલના મોડયુલર કિચન્સની એક વિશાળ રેન્જ જોવા મળશે અને દરેક અમદાવાદી ગૃહિણીને તેની જરૂરિયાત, શોખ અને બજેટ પ્રમાણેનું સુંદર અને આકર્ષક મોડયુલર કિચન્સ ઉપલબ્ધ બનશે. હેકર કિચન્સ એ મોડયુલર કિચન્સ તૈયાર કરતી વિશ્વની શ્રેષ્ઠ કંપની છે, તેથી તેની પ્રોડક્ટમાં ગ્રાહકોને સંપૂર્ણ વિશ્વાસ અને ગેરેંટ મળશે તે મોટી વાત છે. ઉલ્લેખનીય છે કે, હેકર કિચન્સ ભારતમાં દિલ્હી, મુંબઇ, ચેન્નાઇ સહિત ૧૨થી વધુ શહેરોમાં તેના શો રૂમ્સ ધરાવે છે. વિશ્વમાં ૬૦થી વધુ દેશોમાં તેનું વેચાણ છે અને ૩૨૦૦થી વધુ તેના વર્લ્ડવાઇડ પાર્ટનર છે. હેકર કિચન્સના મોડયુલર કિચન્સ અને પ્રોડક્ટસની વિશેષતા એ છે કે, તે એકદમ ફલેકસીબીલિટી ધરાવતા, એન્વાયર્નમેન્ટલ ફ્રેન્ડલી, આકર્ષક ડિઝાઇન્સ, સ્ટાઇલીશ ફંકશનાલિટી, ઉત્તમ કક્ષાની જર્મન કવોલિટી, લાંબા સમય સુધી ટકાઇ અને ગ્રાહકોને પૈસાનું વિશ્વાસ સાથે ગેરંટીયુકત વળતર આપે છે તે છે, તેના લીધે જ આજે હેકર કિચન્સના મોડયુલર કિચન્સમાં માર્કેટમાં ડિમાન્ડ વધી છે. અમદાવાદમાં આ નવા શો રૂમ્સમાં હવે મહિલાઓ-ગૃહિણીઓ માટે તેમના ઘરઆંગણે મોડયુલર કિચન્સની આકર્ષક અને વિશાળ શ્રેણી ઉપલબ્ધ બની છે. અમદાવાદના હેકર કિચન્સના શોરૂમનું મેનેજમેન્ટ ટ્રાઇડેન્ટ ગ્રુપ હસ્તક રહેશે તે નોંધનીય છે.

 

(9:31 pm IST)