ગુજરાત
News of Friday, 3rd May 2019

ટ્રેડવોર : અમેરિકામાં ચીનની ટાઈલ્સ પર એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવવા સર્વે:મોરબી સીરામીક માટે ઉજળી તક

સર્વે રિપોર્ટ સબમિટ થયા બાદ ચાઈનાની તાલીસ પર એન્ટી ડમ્પિંગ ડ્યુટીની શકયતા

મોરબી ;અમેરિકા અને ચીન વચ્ચેના ટ્રેડવોરનો મોરબી સીરામીક ઉદ્યોગને ફળે તેવી શકયતા છે મોરબીમાં વિકસેલો સિરામિક ઉદ્યોગ ચીન સાથે સીધી સ્પર્ધા કરે છે અને વિશ્વનું માર્કેટ સર કરવા મોરબીના સિરામિક ઉદ્યોગ અને ચીન વચ્ચે હરીફાઈ જોવા મળે છે જેમાં હાલ અમેરિકા અને ચાઈના વચ્ચે છેડાયેલા વેપાર યુધ્ધમાં ચીનની ટાઈલ્સ પર એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવવા સર્વે ચાલી રહ્યો છે જેથી અમેરિકાનું માર્કેટ ટેક ઓવર કરવા મોરબીના સિરામિક ઉદ્યોગે કમર કસી છે

 

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ચીનથી આયાત થતા વિવિધ ઉત્પાદનો પર ભારે ડ્યુટી લગાવીને વેપાર ખાધને કાબુમાં લેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જેમાં સિરામિક પ્રોડક્ટનો પણ સમાવેશ કરાયો છે અને ચીનના ટાઈલ્સ ઉત્પાદનો પર એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવવા માટે હાલ અમેરિકામાં સર્વે શરુ કરી દેવામાં આવ્યો છે

  સર્વે રીપોર્ટ તારીખ ૫-જુલાઇ અને ૧૭-સપ્ટેમ્બરના રોજ બે જુદા જુદા એશોસીએસન દ્વારા યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ કોમર્સને સબમીટ કરવામા આવશે જે રીપોર્ટ તૈયાર થયા બાદ એન્ટી ડમ્પિંગ ડ્યુટી મતના પગલા ભરવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓને પગલે મોરબીના સિરામિક ઉદ્યોગે અમેરિકાના માર્કેટને ટેકઓવર કરવા તૈયારીઓ શરુ કરી દીધી છે અને અમેરિકાનું માર્કેટ ટાર્ગેટ કરીને સિરામિક ઉદ્યોગ આગળ વધવા માટેના જરૂરી કદમો આગામી દિવસોમાં ઉઠાવશે

વધુમાં આગામી બે માસમાં મોરબીનુ એક બિઝનેશ ડેલીગેશન લઇ જવા માટે તૈયારી કરવામાં આવી રહી છે તેવી માહિતી પણ મોરબી સિરામિક એસો પ્રમુખ નીલેશભાઈ જેતપરિયા પાસેથી પ્રાપ્ત થઇ છે

(7:35 pm IST)