ગુજરાત
News of Friday, 3rd May 2019

આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે વિદ્યાનગરમાં આઇપીએલ પર સટ્ટો રમાડતા બે શખ્સોને ઝડપી 80 હજારનો મુદામાલ ઝડપ્યો

આણંદ: લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ગઈકાલે રાત્રીના સુમારે વિદ્યાનગર-બાકરોલ રોડ ઉપર આવેલા એક કોમ્પલેક્ષમાં છાપો મારીને આઈપીએલ ક્રિકેટ પર મોબાઈલ ફોન દ્વારા ઓનલાઈન સટ્ટો રમાડતાં બે શખ્સોે ઝડપી પાડીને કુલ ૮૦ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ક્રિકેટના સટ્ટાના બે મુખ્ય સૂત્રધારો ફરાર થઈ જવા પામ્યા છે. 

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે એલસીબીને માહિતી મળી હતી કે, વિદ્યાનગર-બાકરોલ રોડ ઉપર આવેલા સંતક્રતુ કોમ્પલેક્ષના બીજા માળે આવેલા ૨૦ નંબરના ફ્લેટમાં આઈપીએલ ક્રિકેટ પર સટ્ટો રમાડાઈ રહ્યો છે. જેથી એલસીબીની ટીમ ત્રાટકતા ફ્લેટમાંથી બે શખ્સો લેપટોપ, તેમજ ચાલુ ટીવી જોઈને મોબાઈલ ફોનના માધ્યમથી ચૈન્નાઈ અને દિલ્હી વચ્ચે રમાઈ રહેલી ક્રિકેટનો સટ્ટો રમાડીને એક ચોપડામાં વિગતો લખતા મળી આવ્યા હતા. જેથી તેમના નામઠામ પુછતાં તેઓ મોહંમદહુસેન ઉર્ફે બચ્ચન અબ્દુલકાદર મકીરાવાલા (દુધવાલા) (રે. વડોદરા)તેમજ કૌશલ ઉર્ફે મેડીયો જયંતિભાઈ વસાવા (ેરે. વિદ્યાનગર)ના હોવાનું ખુલવા પામ્યું હતુ. 

(5:46 pm IST)