ગુજરાત
News of Friday, 3rd May 2019

માતર તાલુકાના ગરમાળા નજીક ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી 3 શકુનિઓને ઝડપ્યા

માતર:તાલુકાના ગરમાળા ગામની સીમમાં આવેલ પોલ્ટ્રી ફાર્મની પાછળ ખુલ્લી જગ્યામાં જુગાર રમાતો હોવાની માહિતી માતર પોલીસને મળી હતી. જેથી પોલીસે દરોડો પાડતાં જુગારીઓમાં નાસભાગ મચી હતી. જેમાં કાલુ મીરચી (માતર), લીયાકતખાન અજીમખાન પઠાણ (ગરમાલા) અને મુનાવરખાન નસીમખાન પઠાણ (ગરમાલા) એમ ત્રણ જુગારીઓ ભાગી છુટ્યાં હતાં. જ્યારે તીનપત્તીનો જુગાર રમી રહેલા યુસુફખાન હબીબખાન પઠાણ (ગરમાલા), રીયાઝખાન શરીફખાન પઠાણ (માતર) અને હનીફખાન રફીકભાઈ વ્હોરા (માતર)ને ઝડપી પાડ્યા હતા. 

પકડાયેલા આ ત્રણ જુગારીઓ પાસે અંગજડતીમાંથી રૂ.૧૪,૦૦૦ તેમજ દાવ પરથી રૂ.૧૨૩૦ તેમજ રૂ.૧૫,૦૦૦ કિંમતની સ્પ્લેન્ડર મોટરસાઈકલ મળી કુલ રૂ.૩૦,૨૩૦ નો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી કુલ છ જુગારીઓ સામે માતર પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

 

(5:45 pm IST)