ગુજરાત
News of Friday, 3rd May 2019

નડિયાદમાં નજીવી બાબતે બે શખ્સોએ મળી એક યુવાનને માર મારતા ગુનો દાખલ

નડિયાદ: શહેરમાં સરદારનગર વિસ્તારમાં આવેલ કુંભારચાલી વિસ્તારમાં અશોકભાઈ મોહનભાઈ રાવળ રહે છે. તેમનો ૨૦ વર્ષીય પુત્ર વિશાલ શહેરમાં સરદાર સ્ટેચ્યુ નજીક આવેલ એક બેકરીમાં નોકરી કરે છે. ગઈકાલે સાંજે સાત વાગ્યાના અરસામાં વિશાલ બેકરીમાં હતો. તે દરમિયાન બે ઈસમો મોટરસાઈકલ લઈ બેકરીમાં આવ્યાં હતાં અને વિશાલના ફોઈના પુત્ર શૈલેષને કોઈ લફરૂં હોવા બાબતની વાતચીત કરવા અંગે તેને બાઈક પર બેસાડી મલારપુરા લઈ ગયાં હતાં. 

મલારપુરા પહોંચેલા વિશાલને ભરતભાઈ નટુભાઈ રાવળ, નિલેશભાઈ નટુભાઈ રાવળ, મનિષભાઈ મહેશભાઈ રાવળ અને જીતુભાઈ ઉર્ફે લાલીયો બટકો રાજુભાઈ રાવળ નામના ઈસમો ભેગા મળી માર મારતાં હતાં. આ વાતની જાણ વિશાલના પિતા અશોકભાઈ રાવળને થતાં તેઓ તરત જ મલારપુર પહોંચી ગયાં હતાં. અને ઈજાગ્રસ્ત બનેલા પુત્ર વિશાલને છોડાવી સારવાર માટે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં લઈ ગયાં હતાં. 

(5:44 pm IST)