ગુજરાત
News of Friday, 3rd May 2019

મહેમદાવાદના ઘોડાસર નજીક કેનાલમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો: બે બાઈક સામસામે અથડાતા એકનું મોત

મહેમદાવાદ: તાલુકાના ધોડાસર ગામની કેનાલ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.જેમાં કેનાલ પાસે બે મોટર સાઇકલો સામ સામી અથડાતા સીઆરપીએફમાં ફરજ બજાવતા એકનું ઘટના સ્થળે મોત નિપજયુ હતુ.

મહેમદાવાદ તાલુકાના ધોડાસર ગામે રહેતા ફરિયાદી દીપકભાઇ ચૌહાણના કુંટુમ્બી કાકા બુધાભાઇ ચૌહાણનો પુત્ર કનુભાઇ ચૌહાણ પોતાનુ મોટર સાઇકલ લઇને ધોડાસર કેનાલ પાસેથી પસાર થઇ રહ્યા હતા.તે સમયે અન્ય મોટર સાઇકલ ચાલકે પોતાની મોટર સાઇકલ પુરઝડપે અને બેફીકરાઇ પૂર્વક હંકારી ફરિયાદીના સાહેદની મોટર સાઇકને ટક્કર મારી હતી.જેના કારણે ફરિયાદીના સાહેદ કનુભાઇ ચૌહાણ ઉં.૩૭ નુ ઘટના સ્થળે મોત નિપજયુ હતુ.

(5:40 pm IST)