ગુજરાત
News of Friday, 3rd May 2019

સુરત: ઓલપાડની કંપનીમાંથી એક કિલો કચરામાંથી 833 મિલીગ્રામ રિપોર્ટના આધારે મળી આવ્યું

સુરત:ઓલપાડની હિન્દુસ્તાન કેમિકલ કંપની ( સાઇનાઇડ )માંથી ઝેરી કચરો ભરૂચના ગામડામાં ઠાલવવાનું ષડયંત્ર ઝડપાયા બાદ લડત ચલાવતા ખેડુતોએ આ ઝેરી કચરામાં કેટલુ સાઇનાઇડ છે.તેની લેબોરેટરીમાં તપાસ કરાવતા જે રિપોર્ટ આવ્યો તે ચોંકાવનારો હતો.એક કિલો ઝેરી કચરામાં ૮૩૩ મિલી ગ્રામ સાઇનાઇડ મળી આવ્યુ હતુ.આ જોતા હાલ ઓલપાડ ટાઉન જોખમી બોમ્બ પર હોવાના ખેડુતોએ આક્ષેપ કર્યા છે.

ઓલપાડની સાઇનાઇડ કંપનીનો ઝેરી કચરો ભરૂચ જિલ્લાના વણખૂંટા ગામે ઠાલવવાનું કૌભાડ ઝડપાયા બાદ સુરત જિલ્લાના ખેડુતોએ આ કંપની બંધ કરાવવા માટે લડત ઉપાડી હતી.જેના પગલે હાલ તો સાઇનાઇડ કંપનીને કલોઝર નોટીસ ફટકારી બંધ કરાયુ છે.જયારે બીજી બાજુ જે ઝેરી કચરો ઠાલવ્યા હતો.તેમાંથી ખેડુત સમાજના આગેવાનોએ સેમ્પલો લઇને અંકલેશ્વરની એક લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપ્યા હતા.આ લેબોરેટરીમાંથી જે રિપોર્ટ આવ્યો છે.

(5:38 pm IST)