ગુજરાત
News of Friday, 3rd May 2019

અમદાવામાં આઇપીએલ પર સટ્ટો રમાડનાર બે શખ્સોને 64 હજારના મુદામાલ સાથે પોલીસે ઝડપ્યા

અમદાવાદ:તાજેતરમાં ચાલી રહેલી આઈપીએલ ક્રિકેટ મેચ પર પુરજોશમાં સટ્ટો લેવાઈ રહ્યો છે. જેમાં સાબરમતીમાં એક મકાનમાં આઈપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટો લઈ રહેલા બે ભાઈઓની પોલીસે ધરપકડ કરી હતી. જ્યારે પાલડીમાં મોબાઈલ પર ક્રિકેેટ મેટ પર સટ્ટો લેતા શખ્સની પોલીસે ધરપકડ કરી હતી. બન્ને બનાવમાં પોલીસે લેપટોપ અને મોબાઈલ મળીને કુલ રૃ.૬૪,૨૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પ્રથમ બનાવની વિગત મુજબ સાબરમતીમાં સમૃધ્ધિ રેસીડેન્સીના એક મકાનમાં કેટલાક શખ્સો આઈપીએલની દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની ક્રિકેટ મેચ પર સટ્ટે લઈ રહ્યા હોવાની માહિતી ક્રાઈમ બ્રાંચને મલી હતી. જેને આધારે પોલીસે ૧ મેના રોજ આ મકાન પર દરોડો પાડીને જીત એમ.જૈન અને કુનિક એમ.જૈન નામના બે ભાઈઓની ધરપકડ કરી હતી. બન્ને મુળ મુંબઈના રહેવાસી છે અને આ મકાનમાં છેલ્લા ચાર મહિનાથી ભાડેથી રહેતા હતા. તેમની પાસેથી પોલીસે ૮ મોબાઈલ, લેપટોપ અને ટીવી મળીને રૃ.૫૬,૦૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.જ્યારે મુંબઈના હાર્દિક, પંકજ જૈન અને સુરતના મૌલિક પટેલની શોધ આદરી છે.

(5:36 pm IST)