ગુજરાત
News of Friday, 3rd May 2019

નારાયણ સાંઇને ૩ મહિના કામ શીખવાડાશે બાદમાં રૂ.૭૦થી ૧૦૦નું વેતન અપાશે

સુરત: આજીવન કારાવાસની સજા મળ્યા બાદ આજે બળાત્કારી નારાયણ સાંઈનો સુરતની લાજપોર જેલમાં બીજો દિવસ છે. જેલના મેન્યુઅલ પ્રમાણે સજા ભોગવી રહેલા પાકા કામના કેદીએ કોઈને કોઈ કામ કરવાનું હોય છે, ત્યારે નારાયણ સાંઈ સહિતના આરોપીઓને પણ યોગ્ય કામ કરવું જ પડશે. જોકે હાલમાં એક અઠવાડિયા સુધી નારાયણ સાંઈ, હનુમાન, ગંગા અને જમના બેકાર રહેશે એટલે કે કોઈ કામ નહીં કરે. તો સાથે જ કામ મળ્યા બાદ ત્રણ મહિના પછી જ તેમને કામનું મહેનતાણું આપવામાં આવશે.

મહત્વનું છે કે કોઈ પણ ગુનામાં જ્યારે કોઈ કેદી પકડાય છે. ત્યારે તેને કાચા કામના કેદી તરીકે રાખવામાં આવે છે. જેમાં કેટલીક છૂટછાટ હોય છે. જોકે પાકા કામના કેદી માટે ખાસ જેલ મેન્યુએલ બનાવવામાં આવ્યું છે, તે પ્રમાણે જ તેમને રહેવું પડે છે. નારાયણ સાંઈને ૩૦મી એપ્રિલના રોજ સજા થઇ હતી. જેથી તે કાચા કામના કેદી માંથી પાકા કામનો કેદી બની ગયો છે. નારાયણ સાંઈને પાકા કામના કેદીનાં જેલ મેન્યુઅલ લાગુ પડશે, જેમાં તેને ફરજીયાત કોઈ એક કામ કરવું પડશે.

એક એઠવાડિયું નારાણય સાંઇ રહેશે બેકાર

એક અઠવાડિયું નારાયણ સાંઈ બેકાર રહેશે. કારણ કે જેલ સુપ્રીટેન્ડન્ટ મનોજ નીનામા સરકારી રજા પર છે. જેલ સુપ્રિટેન્ડન્ટલોકસભા ચૂંટણીમાં ઓબ્ઝર્વર તરીકે પ. બંગાળ ગયા છે. તેઓ એક અઠવાડિયા બાદ ફરજ પર પરત આવશે. ત્યારે બાદ જેલની કમિટી નક્કી કરશે કે, સાંઈને શું કામ કરાવવું, જોકે તેના માટે પણ કેટલાક નિયમ છે. જેમાં નારાયણ સાંઈની શારીરિક ક્ષમતાને આધારે તે શું કામ કરી શકે છે તે જોયા બાદ જ તેને યોગ્ય કામ આપવામાં આવશે. શરૂઆતના ત્રણ મહિના નારાયણ સાંઈ કામ શીખશે, જેથી ત્રણ મહિના સુધી પગાર નહીં આપવામાં આવે. કામ શીખ્યા બાદ નારાયણ સાંઈ સહિતના મહેનતાણું આપવામાં આવશે. જેલમાં રૂ. 70 થી 100 સુધીનું વેતન આપવામાં આવે છે.

કેદી નંબર 1750થી આપી ઓળખ

પાકા કામના કેદી માટે ખાસ જેલ મેન્યુઅલ બનવવામાં આવ્યા છે. તેનું પાલન હવે નારાયણ સાંઈએ કરવા પડશે. મહત્વું છે કે, જ્યારે કાચા કામનો કેદી હતો ત્યારે દરરોજ સૂકો મેવો-ફ્રૂટ સાથે ઘરનું ખાવાનું નારાયણને જેલમાં મળતું હતું, જોકે હવે તેની તમામ સુવિધાઓ પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે. નારાયણને પાકાકામની નંબર ટિકિટ આપવામાં આવ્યો છે. તે હવે જેલમાં કેદી નંબર 1750થી ઓખવામાં આવશે.

સાધુના વેશમાં નહિ કેદીના વેશમાં જોવા મળશે નારાયણ

સાંઈને હાઈપ્રોફાઈલ કેદીઓ માટેની બેરેક સી-6માં રાખવામાં આવ્યો છે. સાથે જ પાંખડી નારાયણ હવે સાધુના વેશમાંથી નહીં પરતું કેદીઓના કપડામાં જોવા મળશે, આજે બુધવારથી નારાયણ સાંઈને જેલ સત્તાધીશો તરફથી સફેદ કફની અને પાયજામોમાં પહેરવા માટે આપવામાં આવ્યો છે. સાથે જ માથા પર પીળી ટોપી પહેરવી પડશે, જેનાથી તેની સજા કેવી રીતની છે તે ખબર પડશે.

આટલો સામન કરશે ઉપયોગ

જેલમાં તેને નવી એક થાળી, વાટકી અને ગ્લાસ આપવામાં આવ્યું છે. બે ધાબળા, બે ચાદર અને એક ઓશીકું નવું આપવામાં આવ્યું છે. મુલાકાતીઓ નારાયણ સાંઈની મહિનામાં બે વખત મુલાકાત કરી શકશે. ઘરનું ટિફિટ સદંતર બંધ થઈ જશે. હવે જેલમાં પાકા કામના કેદીઓ માટે બનાવવામાં આવેલું ખાવાનું ખાવુ પડશે, તેને મહિને 800 રૂપિયાનો મની-ઓર્ડર મોકલી શકશે. જેનાથી જીવન જરૂરિયાતની વસ્તુ ખરીદી શકશે.

(4:45 pm IST)