ગુજરાત
News of Friday, 3rd May 2019

અમદાવાદ જિલ્લામાં પાણીના ટેન્કર મંજુર કરવા પ્રાંત અધિકારીઓને સતા

પાણીની અછત સામે કલેકટર વિક્રાંત પાંડેનું પાણીદાર આયોજન

અમદાવાદ તા. ૩ : ઉનાળાની ગરમીને લઇ અમદાવાદ જિલ્લાના કોઇ ગામ અને શહેરોમાં પાણીની કોઇ તકલીફ ન સર્જાય અને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે કલેકટર ડો. વિક્રાંત પાડેએ પાણી પુરવઠા વિભાગ સહિત અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી અને જણાવ્યું કે અમદાવાદ જિલ્લામાં પાણીની કોઇ અછત નહિ સર્જાય.

કલેકટરશ્રીએ જણાવ્યું કે જિલ્લાના ૮ નગર અને ૪૪૭ ગામોમાં નર્મદાનું પાણી હાલમાં નિયમિત આપવામાં આવી રહ્યું છે આમ છતાં જરૂર પડે ત્યાં ટેન્કરની વ્યવસ્થા કરવામાં આવશે. ટેન્કર મંજુર કરવા માટે પ્રાંત અધિકારીને સત્તા આપવામાં આવી છે જે માટે કલેકટરશ્રીની પરવાનગીની જરૂર નહી રહે. વધુ તંગી જણાતા બોરની મંજુરી આપવામાં આવશે. પશુઓ માટે પણ ૧ કરોડ ૮૦ લાખ કીલો ઘાસચારાનો પુરતો જથ્થો ઉપલબ્ધ છે.કલેકટરશ્રીએ જણાવ્યું કે સિંચાઇના આગોતરા આયોજન માટે સુજલામ સુફલામ યોજના અંતર્ગત ૩૧ લાખ ઘન ફૂટ માટી ઉલેચી જિલ્લાના તળાવો ઉંડા કરવામાં આવશે.

(3:32 pm IST)