ગુજરાત
News of Friday, 3rd May 2019

સુરતના વરાછામાં શ્વાનનો આતંક :5 વર્ષની બાળકીના પેટના આંતરડા સુધી દાંત બેસાડી દીધા : ગંભીર ઇજા

બાળકીને હિરા નગર પાસે બાળકીને શ્વાન 50 મીટર સુધી ઘસડી ગયા હતા.

સુરત : સુરતના વરાછા વિસ્તારમાં રખડતા કૂતરાઆનો આતંક વધી રહ્યો છે.તાજેતરમાં ગરબાની પ્રેક્ટિસ કરી રહેલી માતાની નજર બહાર રાજકોટમાં શ્વાને બાળકીને બચકા ભર્યા હતા.ત્યારે આજે સુરતના વરાછા વિસ્તારમાં રખડતાં કૂતતરાએ પાંચ વર્ષની બાળકી પર હુમલો કર્યો હતો. કૂતરાએ બાળકીને પેટની ચામડી ચીરી અને આંતરડા સુધી બચકું ભરી લીધું હતું.

 

  આ અંગે મળતી વિગત મુજબ વરાછામાં પાંચ વર્ષની બાળકીને શ્વાને કરડતા બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે. બાળકીને પેટના ભાગે ગંભીર ઇજા પહોંચતા બાળકીને હૉસ્પિટલમાં દાખલ કરાઈ છે. વરાછા વિસ્તારમાં બાળકીને હિરા નગર પાસે બાળકીને શ્વાન 50 મીટર સુધી ઘસડી ગયા હતા.

(2:04 pm IST)