ગુજરાત
News of Friday, 3rd May 2019

પાટણનો ખેડૂત વિસનગરમાં હનીટ્રેપમાં ફસાયોઃ પાક વેચવા આવેલ ખેડૂત પાસેથી ચાર લાખ પડાવ્યાઃબે યુવતી સહીત સાત સામે ફરિયાદ

સ્ત્રી મિત્ર સાથે મોબાઈલમાં ફોટો અને વીડિયો બનાવી ધમકીઓ આપી બ્લેકમેલિંગ કર્યું

મહેસાણ, તા.૩: પાટણના ખેડૂતને વિસનગરમાં હનીટ્રેપમાં ફસાવી ચાર લાખ રૂપિયા પડાવ્યાં હતા ફરિયાદીએ બે યુવતી સહીત સાત લોકો સામે ફરિયાદ નોંધાવી છે જેમાં પોલીસે ગણતરીની કલાકોમાં એકની અટકાયત કરી છે

પાટણના ખેડૂતે ફરિયાદમાં નોંધાવ્યું કે પાક વેચવા ગયો ત્યારે બે સ્ત્રીઓ અને કેટલાક શખ્સોએ તેના મહિલાઓ સાથેના ફોટો પાડી બ્લેકમેલ કર્યો હતો.

 વિસનગરમાં અજાણી સ્ત્રી સાથેની ટેલિફોનિક મિત્રતામાં પાટણના ખેડૂતને હનિટ્રેપનો શિકાર બન્યો અને ચાર લાખ રૂપિયા ગુમાવ્યાહતા વિસનગરમાં ભાડાના મકાનમાં રહેતી રેશ્મા નામની યુવતીએ પોતાના સાથી મિત્રો સાથે મળી ઊંઝા ગંજ બજારમાં ખેતીનો પાક વેચવા આવેલા ખેડૂતને ફસાવ્યો હતો. ૪૫ વર્ષીય ખેડૂતને ફોન કરી વિસનગરમાં રાખેલા ભાડાના મકાનમાં બોલાવી આરોપી સ્ત્રી મિત્ર સાથે મોબાઈલમાં ફોટો અને વીડિયો બનાવી અન્ય પુરુષોની મદદ લઇ ખેડૂતને ધમકીઓ આપી બ્લેકમેલિંગ શરૂ કર્યું હતું. બદનામીના ડરને કારણે ખેડૂતે આરોપીઓને ૪ લાખ રૂપિયા પણ આપી દીધા.

જોકે આરોપીઓને વધુ લાલચ જાગી અને ખેડૂત પાસે વધુ ૬ લાખની માંગણી કરી હતી. બાદમાં ખેડૂતે કંટાળી ફોન પર મિત્રતા કેળવાનાર રેશ્મા અને તેનો પુરુષ મિત્ર વસીમ, સાથી સ્ત્રી મિત્ર મહેસાણાની દિવ્યા સહિત ૭ શકશો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ આધારે પોલીસે રેશ્માના પુરુષ મિત્ર વસીમની વિસનગરથી જ ઘટનાના ગણતરીના કલાકોમાં અટકાયત કરી. પોલીસે ધરપકડ કરાયેલા આરોપીના કોર્ટમાં રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે સાથે જ દ્યટનામાં ફરાર બે યુવતીઓ સહિત ૬ આરોપીઓની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા છે.

(12:27 pm IST)