ગુજરાત
News of Friday, 3rd May 2019

મહિલા બૂટલેગર અને પોલીસ વચ્ચે હપ્તો લેવાની બાબતે માથાકુટ, વિડિયો વાઇરલ

બબાલ દરમ્યાન મહિલા બુટલેગર પોલીસકર્મીને ગાળો પણ ભાંડે છે

અમદાવાદ તા ૩ :  અમદાવાદ શહેરમાં દારૂના વેચાણ પર લગામની વાતોની હવા કાઢતો એક વિડિયો સામે આવ્યો છે. વિડિયોમાં હપ્તા લેવા પહોંચેલી પોલીસ અને મહિલા બૂટલેગર વચ્ચે બબાલ થઇ હતી. બબાલ દરમ્યાન મહિલા બુટલેગર પોલીસકમર્નિ ગાળો પણ ભાંડે છે.

મહિલા બુટલેગર અને પોલીસ વચ્ચે હપ્તો લેવાની બાબતે માથાકુટ થઇ હતી. કુલ ૧૦ મીનીટ સુધી આ બબાલ ચાલી હતી. એવું પણ જાણવા  મળ્યું છે કે ગાયકવાડ હવેલી પોલીસ અને મહિલા બુટલેગર વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી માથકુટ ચાલી રહી છે.ે મહિલા બુટલેગર પોલીસને ગંદી ગાળો ભાંડી રહી છે. સાથે મહિલા પોલીસને હપ્તો લેવા શા માટે આવો છો એવું પણ જણાવી રહી છે. પોલીસ મહીલાને ધંધો બંધ રાખવાનું કહી રહી છે, ત્યારે મહિલા એવું કહે છે કે અમે શા માટે ધંધો બંધ રાખીએ. તમે હપ્તા લેવા શા માટે આવો છો ?

આ મામલે વાતચીત કરતાં ગાયકવાડ હવેલી પોલીસ મથકના પીઆઇ એન.એન. પરમારે જણાવ્યું કે પોલીસ આ વિસ્તારમાં પેટ્રોલીંગ માટે જ ગઇ હતી. આ દરમ્યાન મહિલાએ પોલીસ સાથે માથાકુટ કરી હતી, ત્યારબાદ વધારાની પોલીસ બોલાવવામાં આવી હતી. મહિલા સામે ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

(11:34 am IST)