સુરત મનપાની માદ્યમિક શાળાના શિક્ષક રાકેશ સાહુએ ૧૨ વર્ષિય વિદ્યાર્થીની પર ગુજાર્યો બળાત્કાર ; ધરપકડ
કિશોરીના ઘરે રિઝલ્ટનું પત્રક બનાવવાની વાત કરી બારી બારણું બંધ કરીને પીંખી નાખી
સુરત મહાનગર પાલિકા સંચાલિત ઉડીયા માધ્યમિક સ્કૂલના શિક્ષક રાકેશ શાહુએ ૧૨ વર્ષની વિદ્યાર્થિની પર બળાત્કાર કરતા ખટોદરા પોલીસે ધરપકડ કરી હતી.
આ અંગેની વિગત મુજબ ગત ૨૮મી તારીખે ૧૨ વર્ષની કિશોરી ઘરે એકલી હતી અને તેના માતા-પિતા ધંધા પર ગયા હતા ત્યારે નજીકમાં રહેતો પડોશી શિક્ષક રાકેશ ભગવાન શાહુ કિશોરીના ઘરે રિઝલ્ટના કાગળો લઈ આવ્યો હતો. કિશોરીને નરાધમે રિઝલ્ટનું પત્રક બનાવવાની વાત કરી હતી. વિદ્યાર્થિની પાસે શિક્ષકે પીવા માટે પાણી માંગી ઘરમાં ઘુસી જઈ દરવાજો અને બારી બંધ કરી દીધો હતો..
નરાધમે વિદ્યાર્થિનીની સાથે અપડલા કર્યાં હતાં. પોલીસે જણાવ્યું કે શિક્ષક રાકેશ શાહુ અંબાનગરમાં ઉડીયા સ્કૂલમાં ૯ મહિનાથી નોકરી કરે છે. વિદ્યા-સહાયકની ઓગષ્ટ-૨૦૧૮માં નવી ભરતી આ શિક્ષકની ભરતી કરવામાં આવી હતી. શિક્ષક અપરિણીત છે અને તેના પિતા લુહારનું કામ કરે છે. હાલ પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.