ગુજરાત
News of Friday, 3rd May 2019

નડાબેટ બોર્ડરે પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયો

 

બનાસકાંઠા જીલ્લાની નડાબેટ અંતરરાષ્ટ્રીય સરહદેથી બીએસએફએ એક પાકિસ્તાની ઘુસણખોરને ઝડપી લીધો છે. બોર્ડેર વિસ્તારમાં ફરતા એક શંકાસ્પદ શખ્સને ઝડપી પાડી પૂછપરછ કરતા તે પાકિસ્તાની નાગરિક હોવાનું જાણવા મળ્યું છે. બીએસએફએ તેને સુઈગામ પોલીસ મથકે સોપ્યો છે.જોકે, થોડાક દિવસો અગાઉ પણ બોર્ડેર પરથી એક પાકિસ્તાની ઘુસણખોર ઝડપાયો હતો.

(11:16 pm IST)